લાલપુર : સતવારા, સગર, આહીર અને ગામેતી સમાજ વિષે બોલવું ભારે પડ્યું આ સખ્સને, શું છે સમગ્ર બનાવ ? જાણો

0
4192

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના સખ્સએ સતવારા, સગર, આહીર, ગામેતી, સમાજના વેપાર કરતા યુવાનો વિષે અભદ્ર ભાષામાં વાતચીત કરી ધંધા વિષે અપ-શબ્દો બોલી વિડીઓ વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી. સમાજમાં વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસે આ સખ્સની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના કેતન રસીકલાલ અંબાસણા નામના સખ્સએ એક વિડીઓ વાયરલ કર્યો હતો. જેમાં આ સખ્સે સતવારા, સગર, આહીર, ગામેતી, સમાજના લોકોને ભુંડા બોલી ગાળો આપી, તેમને ફર્નીચર, વેલ્ડીગનો ધંધો સુથાર, લુહાર વિગેરે સમાજનો હોય તે છોડી ખેતી કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત અલગ અલગ ધર્મ અને જાતી વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સુલેહ શાંતી નો ભંગ થાય તેવુ કથન કરી વીડીઓમા પોતે બોલે છે કે “ ચોખો વિડીઓ નાખુ છુ થાય તે મારૂ કરી લેજો”  તેમ કહી ખરાબ શબ્દો બોલતો નજરે પડે છે. આ બાબત પોલીસની ધ્યાનમાં આવતા પોલીસ હરકતમાં આવી હતી. આરોપીએ અમુક વર્ગના કોમના લોકો બીજા વર્ગ કે કોમના લોકો વિરૂધ્ધ કોઇ ગુન્હો કરી બેસે તેવા ઇરાદાથી ઉશ્કેરણીજનક શબ્દો નો ઉપયોગ કરી વીડીઓ બનાવી વીડીઓ વાયરલ કરતા જ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી અને તેની સામે કાયદેસરની  ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here