ખંભાલીયા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક ચાલકને દરવાજો તોડી બહાર કઢાયો પણ…

0
698

જામનગર : જામનગર-ખંભાલીયા રોડ પર મેઘપર પાસે મોડી રાત્રે થયેલ બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં એક ચાલકનું મૃત્યુ નીપજ્યું છે જયારે અન્ય એક પરપ્રાંતીય યુવાનને ઈજાઓ પહોચતા જામનગર ખસેડાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં ફસાયેલ ચાલકનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને તેના મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ હતી.

જામનગર નજીક ખંભાલીયા ધોરી માર્ગ પરના પડાણા પાટિયા પાસે ગઈ કાલે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવના પગલે મેઘપર પોલીસ અને સીક્કા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. જેમાં એક  ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે રિસાલત ખલીફા નામના ઝારખંડના યુવાનને સામાન્ય ઈજાઓ પહોચી હતી. આ બનાવના પગલે એક ટ્રક ચાલક અંદર ફસાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. મહા મહેનતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here