મીઠાપુર : આંગડીયા પેઢી સંચાલકનો પીછો કર્યો, ચોરી કરવા ઘરમાં પણ ઘુસ્યો, પછી તસ્કરનાં થયા આવા હાલ

0
371

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતે આંગડીયા પેઢી સંચાલકનો પીછો કરી એક તસ્કર ઘરમાં ઘુસી લુંટ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તસ્કરનો હાથ ઉંધો પડ્યો અને મેથી પાક ખાવાનો વારો આવ્યો, પેઢી સંચાલક સહિતનાઓએ આ સખ્સને ઘરમાં જ દબોચી લઇ પોલીસને હવાલે કર્યો છે.

મીઠાપુર પોલીસ દફતરે પહોચેલ પ્રકરણની વિગત મુજબ, ઓખામંડળના સુરજકરાડીમાં ગત તા. સાતમીના રાત્રીના અગ્યારેક વાગ્યે કલ્પેશભાઇ લક્ષમીદાસ વિઠ્ઠલાણી પોતાની આંગડીયા પેઢીને વધાવી જીઆઈડીસી બરફના કારખાના પાસે આવેલ ઘર તરફ આવતા હતા ત્યારે એક સખ્સે મોટર સાયકલ સાથે તેનો પીછો કર્યો હતો. વેપારી કલ્પેશભાઈ ઘરે આવ્યા ત્યારે આરોપીએ ચોરીછુપીથી ઘરમાં ઘુસ્યો હતો. પેઢીધારક દિવસભરનો થયેલ વેપાર (રોકડ) લઇ ઘરે જતા હોવાની આરોપીને પહેલેથી જ ભનક લાગી ગઈ હતી અને આ રોકડ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. વેપારીના ઘરની વંડી ટપી, ઘરમાં પ્રવેશ કરી આરોપીએ ચોરી કરવાની કોશિષ કરી હતી. જો કે આરોપી પ્રકાશભાઇ ભીમજીભાઇ ચાવડા રહે- સુરજકરાડી રામાપીરના મંદિર પાસે તા.દ્વારકા વાળો ચોરી કરવામાં સફળ થાય તે પૂર્વે જ પેઢી ધારકના પરિવારના હાથમાં આવી ગયો હતો. હવે પરિવારે આરોપીને પકડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનામાં આરોપીએ પણ ઉધામા કરી પેઢી ધારક અને પરિવારના અન્ય સભ્યને ઈજા પહોચાડી હતી. પેઢી  ધારકે આરોપીને પોલીસને સોપી મીઠાપુર પોલીસમાં આઈપીસી કલમ ૩૮૦, ૪૫૭,૪૫૨ ,૧૨૦બી, ૫૧૧, ૩૨૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ તેઓની પાસે રહેલ આંગડીયા પેઢીના રૂ.૧,૭૩,૦૦૦ની ચોરી કરવા માટે પુર્વ યોજીત કાવત્રુ કરી, આંગડીયા પેઢીની ઓફીસથી ઘર સુધી પીછો કરી પૈસા ચોરી કરવાના ઇરાદે, ઘરની વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની કોશિષ કરતા પકડાઇ ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો. મીઠાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાઈ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here