મેઘપર: CTS કંપનીના મેનેજરના ઘરમાંથી ૧૦ તોલા સોના અને રોકડની ચોરી

0
558

જામનગર: જામનગર-ખંભાલીયા રોડ પર આવેલ સીટીએસ કંપનીમાં સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી ખાબકેલા ચોર ઘરમાંથી ૧૦ તોલા સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કંપની મેનેજર ગાંધીનગર ખાતે રહેતા સસરાના ઘરે ગયા બાદ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનુ સામે આવ્યું છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખાવડી ગામે આવેલ સેન્ટ્રલ ટેકનીકલ કંપનીમાં સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવતા અને સેકટર-૨૩ બ્લોક નં- ર રૂમ નં-સી, પ્રથમમાળ, ખાનગી કંપની ગ્રીન ટાઉનશીપ મોટી ખાવડી સીમ વિસ્તાર તા.જી.જામનગર મુળ રહે. પ્લોટ નં- ૧૮, શ્રી લુણાઇ કૃપા રામપરા રોડ, મારૂતીનગર, તળાજા તા.તળાજા જી.ભાવનગર વાળા કર્મચારી રાહુલ જગદિશભાઇ ફટાણીયા ગત તા. તા.૨૯/૦૫/૨૦૨૩ના રોજ પોતાના ગાંધીનગર ખાતે રહેતા સસરાના ઘરે ગયા હતા. દરમિયાન પાછળથી બંધ રહેલ મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

કંપની મેનેજરના રહેણાંક મકાનના દરવાજાનું ઇન્ટરલોક તથા નકુચો તોડી અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કર બેડરૂમના કબાટમાંથી રોકડા રૂપીયા-૪૦,૦૦૦, ચાંદિના પગમાંપહેરવાના સાંકરા જોડી-૫ વજન અંદાજે ૧૫૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૦૦૦/- તથા સોનાના દાગીનામાંએક સોનાનો સેટ જેમાં ગળામાં પહેરવાનો હાર નંગ-૧ તથા કાનમાંપહેરવાની સોનાની બુટી નંગ-ર બન્નેમળી અંદાજે૩૦ ગ્રામ વજનનો અંદાજેકિ.રૂ.૯૦,૦૦૦/-, સોનાનો ચેઇન અંદાજે૧૫ ગ્રામ વજનનો કિ.રૂ.૪૫,૦૦૦/-, એક સોનાનો પેન્ડલ સેટ જેમાંએક સોનાનો ચેઇન, સોનાનુંપેન્ડલ, સોનાની બુટી જોડી-૧ મળી કુલ વજન અંદાજે૨૫ ગ્રામ વજનનો અંદાજેકિ.રૂ.૭૫,૦૦૦/-, સોનાનુંપેન્ડલ નંગ-૧ તથા કાનમાં પહેરવાની સોનાની બુટી જોડ-૧ મળી અંદાજેવજન ૭ ગ્રામ કિ.રૂ.૨૧,૦૦૦/-, સોનાનુંલેડીસ બ્રેસલેટ અંદાજેવજન ૧૦ ગ્રામ વજનનુંકિ.રૂ.૩૦,૦૦૦/-, નાકમાંપહેરવાની સોનાની ચુંક અંદાજે વજન ૧ ગ્રામ અંદાજેકિ.રૂ.૩,૦૦૦/-, સોનાની કાનમાંપહેરવાની બાલી જોડ-૧ અંદાજેવજન ૫ ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જેન્સ સોનાની વીંટી નંગ-૧ અંદાજેવજન-૫ ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- ની મળી કુલ્લેરૂ.૩,૪૧,૦૦૦/- ની મતાની ચોરી કરી તેમજ ટાઉનશીપના અન્ય સાહેદોના મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીએ જાણ કરતા ગાંધીનગર રહેલ મેનેજર પરત ફર્યા હતા અને મેઘપર પોલીસમાં આ બનાવની ફરિયાદ દાખલ કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here