જામનગર: જીલ્લા પંચાયતના રેકર્ડ ચોરીની આખરે ફરિયાદ

0
761

જામનગર: જામનગર જીલ્લા પંચાયતની લાઈટ શાખામાંથી તોતિંગ રેકર્ડની ચોરી થયાની વિગતો સામે આવ્યા બાદ સરકાર તરફે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેદરકારી અને ઘાલમેલના જેની સામે આક્ષેપ લાગ્યા હતા અને આ જ આક્ષેપ સબબ સસ્પેન્ડ કરાયેલ ઈલેક્ટ્રીશયન સામે જ સાહિત્ય ચોરીનો આરોપ લગાવાયો છે.

જામનગર જીલ્લા પંચાયતમાં લાઈટ સાખામાંથી ગત બે અઢી માસ પહેલા રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં લાઈટ શાખાના ફરજ મોકૂફ કરાયેલ ઈલેક્ટ્રીશયન હરીસિંહ પ્રતાપસિંહ ગોહીલ પોતાના મળતિયાઓ-માણસો સાથે ટ્રેક્ટર-ટ્રોલી લઇ પ્રવેશ કર્યો હતો અને કચેરીની ઇલેક્ટ્રીક શાખાની ઓફીસમાં પોતાની પાસેરહેલ ચાવીથી ઓફીસ ખોલી તેમા રહેલ અંદાજે કુલ ફાઇલ નંગ-૧૫૮૨ તથા અંદાજે કુલ રજીસ્ટર નંગ-૨૨૦ ફાઇલો/રજીસ્ટરોની ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી કોઇને જાણ કર્યા વગર ચોરી કરી લઇ ગયો હતો. આ બાબતે તાજેતરમાં ખરાઈ કરતા ચોરી સામે આવીએ હતી. જેને લઈને જીલ્લા પંચાયત નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ જયવીરસિહ પ્રવીણસિહ ચુડાસમા દ્વારા સીટી એ ડીવીજન પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે  કે જેની સામે આરોપ લાગ્યા છે તે પૂર્વ કર્મચારી હરિસિંહ ગોહિલ દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ સુધીના ગાળા દરમિયાન જીલ્લાભરમાં જુદી જુદી યોજના-ગ્રાન્ટ સબબ કરવામાં આવેલ એલઈડી લાઈટ ફીટીંગ કામગીરીમાં કમ્લીશન પ્રમાણપત્રમાં કાર્યપાલકની બોગસ સહીઓ કરી હોવાનું સામે આવ્યું હતું.

જેને લઈને ખાતાકીય તપાસ બાદ આ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ કર્મચારી દ્વારા લગત સાહિત્યની ચોરી કરી હતી. પોતાનું કારસ્તાન છુપાવવા આ કૃત્ય કર્યું હોવાનું જીલ્લા પંચાયત પરિસરમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ આ પ્રકરણ બહુ ચર્ચિત બન્યું છે. ઉલ્લેખનીય છે કે જેની સામે આક્ષેપ લાગ્યા છે તે સસ્પેન્ડેડ કર્મચારીએ બીલમાં ઘપલા કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એવી ચર્ચાઓ છેલ્લા છ માસથી વ્યાપક બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here