જામનગર: શ્રમ આયુક્ત કચેરીના પટાવાળાએ પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી

0
658

જામનગર: શહેરની શ્રમ આયુક્ત કચેરીમાં આઉટ સોર્સથી પટાવાળા તરીકે કાર્યરત એક સખ્સ અધિકારીઓની સહીઓ કરી રૂપિયા પાંચ લાખની રકમ બેંકમાંથી ઉપાડી લીધી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શહેરના અંબર સિનેમા પાસે આવલે ડાયમંડ માર્કેટના પ્રથમ માળે મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા પટાવાળા કિરણભાઇ સુરેશભાઇ મકવાણા રહે- જામનગર વાળાએ કચેરીમાથી એસ.બી.આઇ. બેન્કના એકાઉન્ટ ના ચેક નં.૩૯૪૬૨૦ તથા ૩૯૪૬૧૯ બન્નેચેકો ચોરી કરી ફરીયાદી તથા રીનાબેન પઢિયારની ખોટી સહીઓ કરી વિશ્વાસઘાત,છેતરપિંડી કરી બન્નેચેક બેંકમા વટાવી કુલ રૂ. ૫,૪૦,૦૦૦/- ની નણાકીય ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેના લઈને ઇન્ચાર્જ મદદનીસ શ્રમઆયુક્ત આનંદકુમાર કાનજીભાઇ શિહોરાએ આ સખ્સ સામે આઇ.પી.સી. કલમ-૩૮૧,૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૦,૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સીટી એ ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here