રાવલ: પુત્રીના પ્રેમીને પિતા-પુત્ર સહિતનાઓએ હુમલો કરી જુડી નાખ્યો

0
692

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક યુવાન પર પિતા પુત્ર સહિતના ત્રણ સખ્સોએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી ધાક ધમકી આપી હોવની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ભોગગ્રસ્ત યુવાન આરોપીની પુત્રીને પ્રેમ કરતો હતો અને પરિવારને ખબર પડ્યા બાદ બ્રેકઅપ કરી નાખ્યું હતું છતાં પણ આરોપીઓએ આ જ બાબતને લઈને માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે રહેતા રણજીતભાઇ દેવશીભાઇ ચૌહાણ ઉવ.૨૦ નામના યુવાન પર ગઈ કાલે કોળી સમાજની વાડી પાસે રોડ ઉપર જલારામનગરમાં રહેતા મોહન ચના વાઘેલા, રાયદે ચના વાઘેલા, જીતેષ રાયદે વાઘેલા અને ગોવીંદ સામત વાઘેલા નામના સખ્સોએ આંતરી લઇ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જેમાં રણજીતને ઢીકા પાટુનો મુઢં માર મારી, વાસાના ભાગે ચાંભા પાડી દીધા હતા. આ ઉપરાંત ડાબા કાનની બુટીમા સામાન્ય ઇજા પહોચાડી ધમકી આપી હતી.

આ બનાવ અંગે યુવાને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આજથી આશરે પાંચેક મહીના પહેલા આરોપી મોહનભાઈની દિકરી માયાબેન સાથે ભોગગ્રસ્ત યુવાનને પ્રેમસંબધ હતો. અને રણજીત અને માયા બંને રૂબરૂ મળતા પણ હતા. રણજીત પોતાની પુત્રીને રૂબરૂ મળવાની જાણ થતા પિતા મોહનભાઈએ આ બાબતે પોતાના ભાઇ તથા ભત્રીજાઓ ને વાત કરી હતી. ત્યારબાદ તમામે યુવાન રણજીતને કહ્યું હતું કે ‘અમારી દિકરીને મળીશ તો સારાવાટ રહેશે નહી’  ત્યારથી રણજીતે માયાબેન સાથે પ્રેમસંબધ તોડી નાખેલ હતો. તેમ છતા આરોપીઓએ જુનો ખાર રાખી, રણજીતને જ્યા ભેગા થાય ત્યા અપશબ્દો બોલતા હતા, આટલું ઓછું હોય તેમ ગઈ કાલે આંતરી લઇ માર માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here