ઓળખી લેજો આ છે નકલી પોલીસકર્મી ‘મહેશ જાડેજા’

0
3272

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પોલીસના નામે અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કે કરવાનો પ્રયાસ કરનાર શખ્સ પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. આખરે જામનગર એસઓજી પોલીસે દ્વારકા જિલ્લાના સલાયાના આ શખ્સને પકડી પાડી ઉઘાડો પાડ્યો છે. આ શકશે એકાદ ડઝન ઉપરાંત છેતરપિંડી આચરવાના પ્રયાસ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચના નામે તો જામનગરમાં એસોજી પોલીસ કરમી ના નામે વેપારીઓને ફોન કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર સક્ષ સામે જુદી જુદી ફરિયાદો નોંધાવવામાં આવી હતી એક બાદ એક ફરિયાદો નોંધાતા આ શખ્સ પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો આખરે જામનગર એસ.ઓજી પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ના આ શખ્સને પકડી પાડ્યો છે. કબીર હુસેન હારુન ભગાડ નામનો આસકસ દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે અને આ છેતરપિંડી પણ પોલીસના નામે અથવા ડાક ધમકીઓ આપી કરી હોવાનું બહાર આવ્યું છે જામનગર એસ.ઓ.જી પોલીસની પૂછપરછ માં નીચે મુજબ ની વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. દ્વારકા અને જામનગર જિલ્લાની ત્રણ ફરિયાદ ઉપરાંત

(૪) મીઠાપુરમાં આવેલ તરૂણ જવેલર્સની દુકાનમાં પોતાના બેંક ખાતા રૂપિયા ન હોય તેમ છતા તે બેંકનો ચેક આપી સોનાની ખરીદી કરી તરૂણ જવેલર્સના માલીક સાથે છેતરપીંડી કરેલ છે અને આ સોનાની દુકાનના માલીકે મારા વિરૂધ્ધ દ્વારકા કોર્ટમાં કેસ કરેલ છે.

(૫) જામખંભાળીયામાં દ્વારકાધીશ ઈ-બાઈક વાળાને બાઈક ખરીદવાના નામે ફોન કરી ધાક ધમકી આપેલ છે.

(૬) જામનગરમાં આવેલ એક ટાયરની દુકાન વાળાને ફોન કરી કહેલ કે મારે ટ્રકના આઠ ટાયર લેવા છે આમ કહી તેને ધાક ધમકી આપેલ છે.

(૭) જામનગર પવનચક્કી વિસ્તારમા આવેલ એક લેપટોપની દુકાનના નંબર મેળવેલ તેને પોલીસના નામે ઘાક ઘમકી આપેલ છે,

(૮) જામનગરની એક મોબાઈલની દુકાનના નંબર મેળવી મે તેને ફોન કરી કહેલ કે મારે “એસ.૨૨ અલ્ટ્રા મોડલનો” મોબાઈલ ફોન જોઇએ છે આમ કહી ધમકાવેલ છે.

(૯) દોઢેક વર્ષ પહેલા મહાકાળી સર્કલથી આગળ એરફોર્સ રોડ આવેલ એક અનાજ કરીયાણાની દુકાન વાળાને ખોટો ચેક આપી અનાજ કરીયાણુ ખરીદી તેની સાથે છેતરપીંડી કરેલ છે.

(૧૦) જામનગરની એક પ્રખ્યાત હોટલમા ફોન કરીને કહેલ કે તમારી હોટલમાં વીસ માણસો જમવા માટે આવશે તેની વ્યવસ્થા કરી નાખજો આમ કહી ધમકાવેલ છે.

(૧૧) જામખંભાળીયામા એક સાયકલની દુકાન વાળાને ફોન કરેલ હતો અને તેને કહેલ કે ભાઈ હુ સબ્બીરહુશેન ભગાડ બોલુ છુ અને હુ સલાયાનો છું અને અત્યારે હું દુબઈથી મુંબઈ આવેલ છુ અને અત્યારે હું મુંબઈ એરપોર્ટ ઉપર છું અને મારે સલાયા ગામમાં ત્રણ સાયકલ જોઈએ છે આમ કહી તેની સાથે રૂપિયા ૧૬,૦૦૦ ની છેતરપીંડી કરેલ છે.

(૧૨) હમણા ગયેલ રમઝાન મહિનામા મે જામખંભાળીયામા આવેલ નોનવેઝ બનાવતી રોશન હોટલમા ફોન કરેલ અને કહેલ કે હુ શબ્બીર બોલુ છુ અને હુ સલાયા ગામનો છુ અને હાલ હુ દુબઈથી આવેલ છુ અને મુંબઈ છુ મારે અહિ ખંભાળીયા મસ્જીદમાં ત્રણ દિવસ માટે બિરયાની મોકલવાની છે આમ કહી તેની સાથે રૂપિયા ૩૨,૦૦૦/- ની છેતરપીંડી કરેલ છે.

(૧૩) દોઢ મહિના પહેલા જામખંભાળીયામા આવેલ એક હોટલના માલીકને ફોન કરેલ અને કહેલ કે શબીર બોલુ છુ અને હાલ હું મુંબઈ છું અને મારી સાથે ૧૫-૧૬ જણા છે અને તેને રહેવા તથા જમવા માટેની સગવડ કરવાની છે આમ કહી તેની સાથે રૂપિયા ૬૦,૦૦૦/- ની છેતરપીંડી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

જામનગર sog પોલીસે આ શખ્સની કાયદેસરની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here