જામનગર: CSKની જીતમાં રવીન્દ્રનું યોગદાન શબ્દોમાં ન વર્ણવી શકાય

0
904

જામનગર : આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં સીએસકેને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રિવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ જીત બાદ પ્રથમ વખત રિવાબા મીડિયા સામે આવ્યા છે અને જીતમાં રવીન્દ્રના પ્રદર્શનને શબ્દોમાં ન વર્ણવી શકાય એમ કહ્યું છે.

જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે,
સીએસકેની જીત એ ક્રિકેટની જીત છે , csk, રવિ અને તેના ફ્રેન્ડસને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું ‘આવનાર સમયમાં રવિન્દ્ર ભારત માટે પણ ધમાકેદાર પ્રદર્શન કરશે.

ગુજરાતમાં રમાયેલ મેચમાં ગુજરાતીએ કરેલા પ્રદર્શનને ગુજરાતીઓ ક્યારેય ભૂલશે નહીં અને આ પ્રદર્શન તમામ ગુજરાતીઓનું ગૌરવ છે એમ તેઓએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યોના ખાત મુર્હુત પ્રસંગે આજે રિવાબા ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે તેઓએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું

જુઓ વિડિઓ.. રિવાબાએ શુ કહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here