જામનગર : આયુર્વેદ યુનિવર્સીટીના પટાવાળાએ ક્વાટરમાં શરુ કર્યો આવો ધંધો, પછી પોલીસના હાથે લાગી ગયો

0
682

જામનગર : જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા સખ્સને સીટી બી ડીવીજન પોલીસે ૭૫ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો છે. પોલીસે યુનીવર્સીટીના ક્વાટરમાં દરોડો પાડી દારૂનો જથ્થો કબજે કરી પટાવાળાની ધરપકડ કરી છે.

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સીટીના ક્વાટરમાં રહેતા અને અહી જ પટાવાળા તરીકે ફરજ બજાવતા અનિરુધ્ધસિંહ સોઢા પોતાના ક્વાટરના રૂમે દારૂનો  ધંધો કરી રહ્યો હોવાનું સામે આવતા સીટી બી ડીવીજન પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો હતો જેમાં આરોપી પટાવાળાના ઘરની તલાસી લેતા અંદરથી રૂપિયા ૩૯૭૫૦ની કીમતનો ૭૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કોવીડ ટેસ્ટ કરાવી રિમાન્ડ મેલવા તજવીજ હાથ ધરી છે. જયારે એલસીબી પોલીસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ પાસે, રોડ ઉપરથી અંજુમભાઇ અલ્તાફભાઇ ખીલજી રહે. શાક માર્કેટ પાછળ, ખાટકીવાડ, પાનવાળો ચોક, જામનગર વાળા સખ્સેન એક બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી દારૂની બોટલ કબજે કરી મોટર સાયકલ પણ ડીટેઈન કર્યું  હતું. આ સખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં પ્રોહીબીશન એક્ટની કલમ, ૬૫એએ,૮૧,૯૮(૨) મુજબ ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here