લાલપુર : યુવતીની છેડતી મુદ્દે લોહી રેડાયું, બે રાઉન્ડ હવામાં ફાયરીંગ, FIRમાં સામે આવ્યું કારણ

0
672

જામનગર : લાલપુરમાં બે મુસ્લિમ જૂથ વચ્ચે થયેલ મારામારીમાં બંને પક્ષે છ વ્યક્તિઓને ઈજાઓ પહોચી  છે. એક જૂથ દ્વારા હવામાં ફાઈરિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બંને જૂથના બે યુવાનો વચ્ચે થયેલ ઝઘડા બાદ યુવતીની છેડતીને લઈને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બંને પક્ષે ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે.

લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સસ્ત્ર મારામારીન બનાવ બન્યો હતો. જેમાં હુસૈની ચોક ખાતે મદ્રેસાની બાજુમા રહેતા સબીરભાઇ ઇસ્માયભાઇ દોદેપોત્રા ઉવ ૩૧ નામના યુવાને જાતે સુમરા ઉવ.૩૧ ધંધો ડ્રાઇવીંગ રહે લાલપુર મદ્રેસાની બશીર સીદીક સમા, નવાઝ બશીર સમા, યુસુફ મજીદ સમા, આરીફ મજીદ સમા, રફીક ઇબ્રાહીમ સમા, ઇરફાઇન ઇબ્રાહીમ સમા, જીકર બશીર સીદીકનો બનેવી રાણાવાવ વાળો, આરીફ રાણાવાવ વાળો, આરીફ મજીદ સોલંકી,                  ઓસમાણ ઇશાક સમા અને આસલી અબાબભાઇ તથા અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ એક સંપ કરી તીક્ષ્ણ હથીયારો, પાઇપ, છરી, લાકડાના ધોકા તથા બેઝબોલના ધોકા તથા બંદુક ધારણ કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગુલમામદ જુસબભાઇ અખાણીને આરોપી જીકર રહે રાણાવાવ વાળાએ જીવેલણ હુમલો કરી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા કરી ગંભીર ઇજા કરી તથા એક ઘા ડાબા હાથ ઉપર કરી ફ્રેક્ચર જેવી ઇજા પહોચાડી હતી. આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા તથા બેઝબોલના ધોકાઓ વડે શરીરે આડેધડ માર મારી સબીર હુશૈન અખાણીને માથાના ભાગે તેમજ આરોપી બશીર સીદીક સમાએ લોખંડના પાઇપ વડે એક ઘા મારી તથા હારૂન અલારખાને આરોપી આરીફ રાણાવાવ વાળાએ છરી વડે છરકા જેવી ઇજા પહોચાડી, તમામ આરોપીઓએ પથ્થરો વડે ત્રણેયને માર મારી ઇજા પહોચાડી હતી. આ ઉપરાંત આરોપી ઓસમાણ ઇશાક સમાએ નારવાળી બંદુક વડે હવામાં ફાયરીંગ કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવાયો છે. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એકટ ૧૩૫(૧) તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧)(બી), ૨૭ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે સામે પક્ષે આરીફ અબ્દુલ સોલંકીએ સામેના જૂથના અકરમ હલુભાઇ, અસલમ ઉર્ફે ભદો હલુભાઇ, તથા તેનો ભાઈ, ગુલમામદ, આમદ, સબીર હુશૈન, હારૂન તથા અજાણ્યા સખ્સોએ આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી રજાક ઇબ્રાહીમ સમાને એક ઘા ડાબા પગે મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા મજીદ ગનીભાઇ સોલંકી તથા આરીફ સોલંકીને આરોપીઓએ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી મુંઢ ઇજાઓ કરી  હતી. તમામ સખ્સોએ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એકટ ૧૩૫(૧) તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧)(બી), ૨૭ મુજબ ફરિયાદ નોંધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પોણા બે માસ પૂર્વે ગુલમામદભાઈના મામાના દીકરા અસલમને હુસેની ચોક્મા રહેતા નવાજ બસીર સમાની સાથે માથાકૂટ થઇ હતી. જેમાં ભત્રીજી રોજમીન અખાણીને નવાજ બસીરે હેરાન પરેશાન કરી હતી. આ બાબતે જે તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બનાવના મનદુઃખને લઈને બંને જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ફાયરીંગ અને હત્યા પ્રયાસની ઘટનાને પગલે લાલપુર પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે બાદ ઘવાયેલ સખ્સોને જામનગર ખસેડતા જીજી હોસ્પિટલ પહોચી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here