જામનગર : કામવાળીએ ઘરમાં હાથફેરો કર્યો, આવી છે ઘટના

0
759

જામનગર : જામનગરમાં હાલાર હાઉસ પાછળ સ્વામીનાયણ નગર ડ્રીમ સીટી શેરી નં.૦૨ ઓમ સાઇ બંગલોમાં ઘરકામ આવતી મહીલાએ ઘરમાં જ હાથ ફેરો કરી સોનાની બંગાળી ચોરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રુપિયા ચાલીસ હજારની કિંમતની સોનાની બંગડી ચોરી થઇ જતા પોલીસે શકદાર મહિલાની અટકાયત કરવા તજવીજ શરુ કરી છે.

જામનગરમાં હાલાર હાઉસ પાછળ સ્વામીનાયણ નગર ડ્રીમ સીટી શેરી નં.૦૨ ઓમ સાઇ બંગલોમાં રહેતા પાયલબેન નરેશભાઇ ગોપલાણીએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તા. ૨૬ થી ૨૮ના ત્રણ દિવસના ગાળામાં ઘરે ઘરકામ કરવા આવતી હલીમાબેન વાઘેર રહે.ભીમવાસ વાળી મહિલાએ મકાનમાં લાકડાના કબાટમાં ખાનામાં રાખેલ સોનાની એક બંગડી ચોકડીવાળી ઝીણી ડીઝાઈન વાળી કાઢી લઇ ચોરી કરી ગઈ હતી. આશરે બાર ગ્રામ વજન ધરાવતી અને રૂપિયા ૪૦,૦૦૦/-હજારની કીમતની બંગડી ચોરી થઇ જતા પાયલબેને તેણીની સામે આઈપીસી કલમ ૩૮૧ મુબજ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ મિયાત્રા સહિતના સ્ટાફે મહિલાની પૂછપરછ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here