લાલપુર: હત્યા પ્રયાસ કેસના આરોપીને વકીલને પણ ધમકી આપી

0
633

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સાપર ગામના એક સખ્સે વકીલ તરીકે કાર્યરત એક યુવાનને ધમકી આપી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ દફતરમાં નોંધાવાઈ છે.  જેમા આરોપી અને તેના ભાઈ સહિતનાઓ સામે નોંધાયેલ હત્યા પ્રયાસ સબંધિત કેસમાં ભોગગ્રસ્ત વકીલ કેસ લડે છે આ કેસ સંદર્ભે જ આરોપીએ ધમકી આપી હોવાનું જાહેર થયું છે.

લાલપુરમાં પ્રગટેશ્વર સોસાયટીમાં મહાદેવ ભુવનમાં રહેતા નીલેશ પ્રવીણભાઈ બોડા નામના વકીલને ગઈ કાલે સાંજે સાડા ચારેક વાગ્યે આરોપી બલદેવ સવદાસભાઈ ગોરાણીયાએ ધમકી આપી હતી. અગાઉ બલદેવ તથા તેની સાથે અન્ય છ મળી ને કુલ સાત આરોપીઓ વીરુધ અગાઉ હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાઈ હતી. આ કેસ લાલપુર કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપી તરફે વકીલ નીલેશભાઈ રોકાયા હતા. ગઈ કાલે તમામ આરોપીઓ નુ ચાર્જ્સીટ કમીટ કરવાનુ હતું.

જેથી તમામ આરોપીઓ કોર્ટ મા આવેલ હોય જેમા આરોપી બલદેવના ભાઈ મનોજ ઉર્ફે સંજય તથા આરોપી કેસુ લખમણ તથા રાજેસ સોમાના જામીન વખતે કોર્ટ એ ત્રીસ દીવસમા સોલવંસી રજુ કરવા હુકમ કર્યો હતો. જે સોલવંસી આરોપીઓ સમય મર્યાદામા કોર્ટમા રજુ ન કરી શકતા કોર્ટ દ્વારા જેલ વોરન્ટ ભરી આપવામાં આવ્યો હતો. આ બાબતના ખારને લઈને આરોપીએ વકીલને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે લાલપુર પોલીસે બલદેવ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here