જામનગર: 4 મહિલા સહીત 5 સખ્સો રોન કાઢે તે પૂર્વે પોલીસે કાઢી રોન

0
381

જામનગર શહેરમાં સીટી બી ડીવીજન પોલીસે ગઈ કાલે રાંદલનગર વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમી રહેલ ચાર મહિલા સહીત પાંચ સખ્સોને આંતરી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા સોળ હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગારધારાઓ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે સીટી બી ડીવીજન પોલીસે ચોક્કસ હકીકતના આધારે દરોડો પાડ્યો હતો જેમાં જાહેરમાં તીનપતીનો  જુગાર રમી હારજીત કરી રહેલ યશપાલસિંહ વનરાજસિંહ જાડેજા જાતે ગીરા ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે. શાંતીનગર શેરી નં.૭, સર્વેશ્વર મહાદેવના મંદિર પાસે, જામનગર,  વિજયાબા બટુકસિંહ લખુભા રાયજાદા ઉ.વ.૮૦ ધંધો ઘરકામ રહે. રાંદલનગર, રાંદલમાતાના મંદિર પાસે, જામનગર, સજજનબા વા ઓ વિક્રમસિંહ ઘેલુભા સોઢા જાતે ગીરા ઉ.વ.૪૯ ધંધો ઘરકામ રહે. રાંદલનગર, રાંદલમાતાના મંદિર પાસે, રાધેક્રિષ્ના મંદિરની ગલીમાં, જામનગર,

 નયનાબેન જગદીશભાઇ જીવરાજભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૪૩ ધંધો ઘરકામ રહે. ગાંધીનગર શેરી નં.૪, જામનગર અને ગાયત્રીબા રણજીતસિંહ વેરસંગજી વાઘેલા જાતે ગીરા ઉ.વ.૪૫ ધંધો ઘરકામ રહે. સોનીયાનગર, સાંઇબાબાના મંદિર પાસે, જામનગર વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે તમામને જાહેરમાં ગોળ કુંડાળુ વળી બેસી ગંજી પાનાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂપીયા ૧૬,૨૦૦ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારાઓ હેઠળ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here