ખંભાલીયા: ચાલક સખ્સે RTOને આ રીતે ચોપડી દીધો સાડા નવ હજારનો ચુનો

0
676

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ટ્રાફિક પોલીસે એક ઇકો ચાલકને ફટકારેલ દશ હજારનો દંડ ઇકો ચાલકે ચાલાકી વાપરી માત્ર ૫૦૦ કરી નાખી સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. દસ હજારની પાવતી પર છેકછાક કરી આરટીઓમાં દંડ ભરવા ગયેલ આસામી તંત્રની નજરની બચી શક્યો ન હતો. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામ ખંભાલીયા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ગત તા.૨૮ /૧૨/૨૧ના રોજ જી.જે-૦૧ આર.ઝેડ-૧૫૪૨ના ચાલક ધર્મેશભાઇ નારણદાસ તન્ના રહે-એલ.આઇ.સી ઓફીસ પાછળ તા-ખંભાળીયા વાળા સામે ટ્રાફિક નિયમો સબબ કાર્યવાહી કરી હતી. જેમાં જુદી જુદી ધારાઓ હેઠળ પોલીસે આસામીને રૂપિયા દસ હજારનો મેમો આપ્યો હતો. જેને મેમો સ્થાનિક આરટીઓ કચેરી ભરાયા બાદ જ ડીટેઈન થયેલ ગાડી પોલીસ કબજામાંથી છોડાવી શકાય એમ હતું. જેને લઈને આસામીને પરમીટ ભંગ બદલ આપવામાં આવેલ અસલ એન.સી મેમો સરકારી દસ્તાવેજ કે જેનો દંડ રોકડમા ન ભરવામા આવે તો તેઓની માલિકીની ઇકો ગાડી પોલીસ સ્ટેશનથી છોડાવી શકાય નહી

તેવી આ સરકારની કીમતી જામીનગીરી મા ક્રમ નં-૧૬ પરમીટ શરત ભંગ પર તે પોતે અથવા તેમના સાગરીત દ્રારા છેકછાક કરી તેના પર ટ્રાફિક પીએસઆઈની બનાવટી સહી કરી, આ છેકછાકવાળા સુધારેલા એન.સી મેમો ને એ આર.ટી ઓ મા ખરા તરીકે રજુ કરી ફક્ત રૂ.૫૦૦ રોકડ દંડ ભરી તંત્રને રૂપિયા ૯,૫૦નુ આર્થિક નુકશાન પહોચાડ્યું હતું. જેને લઈને પોલીસને ધ્યાને આવતા ગઈ કાલે ગાડી માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here