ખંભાલીયા : ખેડૂતોના મુદ્દે સાંસદ પુનમબેન માડમને ગર્જના કરવી પડી તે ધોરીમાર્ગ ઈશ્યુ શું છે ? જાણો સમગ્ર વિગતો

0
798

જામનગર : સરકાર હોય કે સરકારી તંત્ર હોય…કે પછી ખાનગી કપનીઓ હોય, આ બધાય સાથે મળી ખેડૂતોનું શોષણ કરતા આવ્યા છે. એવી ફરિયાદ દિન પ્રતિદિન વ્યાપક બનતી જાય  છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સરકારી તંત્ર અને સરકારી જાહેર સાહસ દ્વારા ખેડૂતો સામે દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. વાત છે ખંભાલીયાથી દ્વારકા વચ્ચેના રસ્તાને ફોર ટ્રેકમાં પરાવર્તિત કરવાની, પરંતું વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોની જમીન સંપાદિત કરવા તંત્રએ પોલીસનો સહારો લીધો, મંગળવારે લાગલગાટ પોલીસ કાફલાને લઈને તંત્ર પહોચ્યું ખેડૂતોની જમીન પર પરાણે કબજો કરવા, પોલીસને આગળ ધરી તંત્રએ બુલડોઝર શરુ કર્યું. પોતાની નજર સામે જ તંત્રની દાદાગીરીનો તમાસો જોઈ રહેલ ખેડૂતો .લાચાર બની ગયા. પરંતુ આ ઘટનાની જાણ થતા જ અહીના સાંસદ પૂનમ માડમ તાત્કાલિક પહોચી ગયા સ્પોટ પર, અને અધિકારીઓને તાનાશાહીની સામે સમજણની ભાષા શીખવી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા દોઢ-બે વર્ષથી ધોરી માર્ગનું આધુનિકીકરણ શરુ કરવામાં આવ્યું છે.સોમનાથ દ્વારકા રોડ પૂર્ણ થવાના આરે છે, જયારે ખંભાલીયા થી દ્વારકા વચ્ચેનો ટુ વે માર્ગ પહોળો કરી ફોર  લેન બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્ય માટે જે જે ખેડૂતોની  જમીન કપાતમાં જાય છે તેની સાથે સરકાર અને પ્રસાસન દ્વારા એક ડઝન ઉપરાંત વાટાઘાટો અને લોક સુનાવણી સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. મોટા ભાગના ખેડૂતોને જમીન અને જંત્રી મુજબ વળતર પણ નક્કી કરી દેવામાં આવ્યું, પરંતુ રીવોર્ડની રકમ જે નક્કી કરવામાં આવી છે તે ચૂકવવામાં આવી નથી. ત્યારે અધુરી રહેલી આ પ્રક્રિયા તંત્ર પૂરી કરે તે પૂર્વે જ મંગળવારે પ્રસાસનની ટીમ પોલીસ કાફલા અને જેસીબીઓ સાથે જમીન અંકે કરવા પહોચી હતી. દક્ષીણના પિક્ચરનો પ્લોટ રચાયો હોય તેવા દ્રશ્યો ગઈ કાલે સામે આવ્યા, કુવાડિયા ગામથી તંત્ર દ્વારા જેસીબી ચલાવવાની શરુઆત કરી, જે જે ખેડૂતો સ્થળ પરના અધિકારીઓ સુધી પહોચ્યા તેમને પોલીસે હટાવી દીધા હતા.

કોઈ પણ વળતર વગર જ દાદાગીરી પૂર્વક ખેતરમાં પ્રવેશી તંત્રએ શરુ કર્યો દાદગીરીનો મંજર, એક ખેડૂતનો તો કુવા પર પણ માટી વારી દેવામાં આવી..અન્યની દીવાલ તોડી પાડવામાં આવી તો એન્ય ખેડુત ઉભા પાકને પણ નુકસાની પહોચાડવામાં આવી હતી. લાચાર ખેડૂતો પાસે આ નજરો જોવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. આ ઉપરાંત જે જમીન અધિગ્રહણ શરુ કરવામાં આવ્યું છે તે જમીન ઉપરાંતની જમીન પર પણ તંત્ર ધરાર ઘુસી સંપાદન કર્યું હોવાની પણ ખેડૂતોએ ફરિયાદો કરી છે. પ્રસાસન અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા શરુ કરવામાં આવેલ આ કાર્યવાહીની જાણ અંતે ખેડૂતોએ આ વિસ્તારમાં સાંસદ પુનમ માડમને કરી, બજેટ સત્ર હોવાથી  દિલ્લીની વાટ પકડેલ સાંસદને જાણ થતા જ તેઓ અમદાવાદથી સીધા જ ખંભાલીયા રવાના થયા હતા. અમુક કલાકો બાદ તેઓ પહોચી ગયા ખંભાલીયા અને ખેડૂતોની આંખોમાં આશાનું કિરણ પ્રગટ્યું, સ્થળ પર પહોચેલ સાંસદ પૂનમ માડમે અધિકારીઓનો એવો તે ક્લાસ લીધો કે અધિકારીઓ ગેંગે ફેફે થઇ ગયા હતા. સાંસદનું વિકરાળ રૂપ જોઈ અધિકારીઓએ તાત્કાલિક કામ પડતું મુક્યું ત્યારબાદ સમગ્ર પ્રકરણ જીલ્લા કલેકટર કચેરી પહોચ્યું, જ્યાં કલેકટર, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને એસડીએમની હાજરીમાં સાંસદ પુનમ માડમે પ્રસાસનના વધુ એક વખત ક્લાસ લીધા હતા. કોઈ મંજુરી વગર જ પોલીસ પ્રોટેક્શન વગર શરુ કરવામાં આવેલ કામગીરીની રાજય અને કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી તાત્કાલિક કામ રોકી દેવામાં આવ્યું, જ્યાં સુધી વળતર અને ખેડૂતોની અન્ય સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરી નહી શરુ કરવા તંત્રએ ધરપત આપતા મામલો શાંત થયો હતો. ખેડૂતોએ સાંસદને સાથે રાખી સહમતી આપતા અંતે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here