ખંભાલીયા : વાડીનાર PSI સહીત ૮ PSIની આંતરિક બદલી, વાયરલ ઓડિયો કારણભૂત ? શું કહે છે દ્વારકા SP

0
680

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા બે મહિલા સહીત આઠ પીએસઆઈની અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડાએ એક સાથે  સાંજે ઓર્ડર કર્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાડીનાર પીએસઆઈની એક ઓડિયો વાયરલ થઇ હતી ત્યારબાદ થયેલ બદલીને લઈને ચર્ચાઓ જાગી છે કે એક પીએસઆઈની બદલી માટે અન્ય પીએસઆઈના સ્થળ પણ બદલાવવામાં આવ્યા છે. બદલીઓ અંગે શું કહે છે દ્વારકા જીલ્લા પોલીસ વડા એ પણ વિસ્તારથી જાણીએ.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક વખત પીએસઆઈ કેડરના આઠ અધિકારીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે. જેમાં દ્વારકા, ઓખા મરીન, ભાટિયા, ભાણવડ, વાડીનાર અને ભાણવડ સહિતના સ્થળોએ ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્યારે એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે તાજેતરમાં વાડીનાર પીએસઆઈના નામે એક ઓડિયો વાયરલ થઇ હતી. જેમાં કથિત પીએસઆઈ અભદ્ર ભાષામાં વાતચીત કરતા સંભળાઈ રહ્યા છે. જો કે પોલીસ ડીપાર્ટમેંટની ડીસીપ્લીન વિરુદ્ધની આ બાબતને લઈને પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી હતી. ત્યારે છેલ્લા પાંચ દિવસથી જે તે પીએસઆઈની બદલી થવાની ચર્ચાઓ તેજ બની હતી. ત્યારે જ આ પીએસઆઈ સહીત બદલીઓ થતા જે તે વાતને ઈંજન મળ્યું  છે. બીજી તરફ જીલ્લા પોલીસ વડા સુનીલ જોશીએ જામનગર અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાડીનાર પીએસઆઈની બદલી એ ઓડિયોનું એક માત્ર કારણ નથી. જે તે પ્રકરણની તપાસ પણ સોપી દેવામાં આવી છે. આ અંતરીક બદલીઓએ કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયાની સરળતા અર્થે કરવામાં આવી છે એમ ઉમેર્યું હતું.

જે અધિકારીઓની બદલી થઇ છે તેની નામાવલી નીચેની ઈમેજમાં આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here