જામનગર : ૧૨ ચોપડી પાસ સખ્સ સ્ટેથોસ્કોપ લઇ દર્દીને તપાસતો હતો ત્યારે જ થયું આવું…નકલી ડોક્ટર કાકલુદી કરી પણ…

0
436

જામનગર : જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે પોલીસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને જન આરોગ્ય સાથે ચેડા કરતા પકડી પાડ્યો છે. પોલીસે આ સખ્સની સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ કાર્યવાહી કરી ધરપડક કરી હતી.

જામનગર જીલ્લાના કાલાવડ પંથકથી શનિવારે પોલીસે એક ઘોડા ડોક્ટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના બીજા દિવસે પણ  પોલીસે જામનગર નજીકના દરેડ ગામે ચોક્કસ હકીકતના આધારે તપાસ કરી કરી હતી. જેમાં જીઆઈડીસીના ફેસ ત્રણમાં ભાડાથી એક દુકાન રાખી કલીનીક ચલાવતા પ્રદીપભાઈ વ્રજલાલ ચાવડા નામના સખ્સને આબાદ પકડી પાડ્યો હતો. આ સખ્સ માત્ર બાર ચોપડી પાસ છે અને અહીં કેટલાય સમયથી ગરીબ શ્રમિકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કલીનીક પરથી તબીબી ચીજવસ્તુઓ કબજે કરી આરોપી સામે મેડીકલ પ્રેકટીશર એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here