જામરાવલ : કોંગ્રેસના ટેકાથી આ પક્ષે સંભાળી નગરપાલિકાની સતા, પ્રમુખનો તાજ કોના માથે ? જાણો

0
730

જામનગર : હાલારની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામરાવલ નગરપાલિકાની ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપી જાયન્ટ કીલર બનતા મુખ્ય રાજકીય પક્ષની છાવણીમાં ભૂકંપ આવ્યો હતો.આજે એ જ રાવલ નગરપાલિકામાં કોંગ્રસના ટેકાથી મજબુત રીતે ઉભરી આવેલ સ્થાનિક પાર્ટીના સદસ્યોએ સતા સંભાળી છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાવલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આ માસના પ્રથમ સપ્તાહમાં યોજાઇ હતી. મતગણતરીના અંતે રાવલનગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકમાંથી 12 બેઠક પ્રથમ વખત ઝંપલાવનાર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ફાળે ગઈ હતી. રાવલ પાલિકામાં ભાજપને 8 અને કોંગ્રેસને ફકત 4 બેઠક મળી હતી. જેને લઈને આ નવી પાર્ટી દ્વારા કોંગ્રેસના સદસ્યોને સાથે રાખી પ્રમુખ સહિતના હોદ્દા માટેની દાવેદારી કરવામાં આવી હતી. જેને લઈને આજે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વ્યવસ્થા પરીવર્તન પાર્ટી માંથી ચુટાયેલ પ્રમુખ પદ માટે ડો.મનોજભાઈ જાદવ અને ઉપ પ્રમુખ તરીકે લીલું બેન વિજયભાઈ સોલંકીની દરખાસ્ત થઇ હતી, આ બંને સદસ્યોને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. 24 માંથી 16 મત પ્રમુખ અને ઉપ પ્રમુખને મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.

અત્રે નોંધનીય છે કે, વર્ષ-2015 ની ચૂંટણીમાં રાવલ નગરપાલિકમાં કોંગ્રેસનું શાસન હતું. સિકકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી કોંગ્રેસને 14 બેઠક, ભાજપને 12 અને એનસીપીને 2 બેઠક મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here