ભાણવડ : બાયો ડીઝલ વેપલા રેકેટનો પર્દાફાસ, આ સખ્સો ચાલવતા હતા કૌભાંડ

0
1217

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદે વેચાણના રેકેટ પર ગઈ કાલે તંત્રએ તવાઈ નોતરી ત્રણ સખ્સો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં ત્રણ સખ્સો સઈ દેવળિયા રોડ પર બેરોકટોક વેપલો કરતા આબાદ મળી આવ્યા હતા. તંત્રએ સ્થળ પરથી સવા લાખનો બાયોડીઝલનો જથ્થો અને એક ટેન્કર કબજે કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ બાયોડીઝલના વેપલાની ઉઠી રહેલી ફરિયાદો બાદ તંત્રએ આ દિશામાં ગઈ કાલે ફળદાઈ કાર્યવાહી કરી હતી. જેમાં ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામ નજીક રોડ પર અમુક સખ્સો ટેન્કર દ્વારા બેરોકટોક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ગઈ કાલે સ્થાનિક તંત્રએ ત્રણેક વાગ્યે  આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં નારણભાઇ કાનાભાઇ લગારીયા જાતે.આહીર ઉ.વ.૩૦ રહે.ગજાભી આંબરડી તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા, ભરતભાઇ સામતભાઇ ખોડભાયા રહે.ફતેપુર તા.ભાણવડ અને ભાવેશભાઇ ડાડુભાઇ વશરા રહે,ભરતપુર તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. ત્રણેય આરોપીઓએ આરોપીઓ એ  આરથીક લાભ મેળવવા માટે સરકાર દ્વારા નિયમ તથા પેટ્રોલીયમ પ્રોડ્ક્ટ્ના કોઇ પણ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને કોઇ પણ પ્રકારની મંજુરી વગર, બેદરકારી ભર્યુ આચરણ કરી, બાયોડીજલનો  સંગ્રહ કરી તેમજ રૂપિયા દોઢ લાખની કિંમતનું એક ટાટા ટેંકર અને તેની અંદર લોડ કરવામાં આવેલ રૂપિયા સવા લાખના ૨૦૫૦ લીટર બાયોડીઝલનો જથ્થો કબજે કરાયો હતો. પોલીસે રૂપિયા ૧૨૩૦૦૦નું બાયોડીઝલ અને દોઢ લાખના વાહન સહીત રૂપિયા  ૨,૭૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી, ત્રણેય સખ્સ સામે આવસ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩(૨)ડી,૭ તથા IPC  કલમ ૨૮૫,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here