જામનગર : અલીયા ગામે મહેમાન બનીને ગયેલ યુવાન સાથે થયું આવું, જાણો શું થયું

0
406

જામનગર : જામનગર તાલુકાના અલીયા ગામે જામનગરથી મહેમાન બની ગયેલ યુવાનના મોટર સાયકલની ઉઠાંતરી થઇ ગઈ હોવાની ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. પોલીસે અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીકના અલીયા ગામેંથી મોટર સાયકલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં  જામનગરમાં પટેલ પાર્ક ગોકુલદર્શન સાંઇબાબાના મંદીરની બાજુમા રહેતા સુધીરભાઈ રમેશભાઇ ગોધાણીયા ગઈ કાલે અલીયા ગામે રહેતા પોતાના ફઈના દીકરા હિરેનભાઈ વડગામાને ત્યાં આટો મારવા ગયા હતા. દરમિયાન આ યુવાનને ઘર પાસે પાર્ક કરેલ જીજે ૧૦ ડીડી ૩૨૧૫ નંબરની મોટર સાયકલ કોઈ  તસ્કર હંકારી ગયા હતા. આ ઘટના અંગે સુધીરભાઈના ભાઈએ પંચકોશી એ ડીવીજન પોલીસમાં અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here