ખંભાલીયા : જેલમાં રહેલ પ્રેમી સાથે લગ્ન કરવામાં ઉમર બાધારૂપ બનતા પ્રેમિકાએ આપઘાત કર્યો

0
434

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકા મથકે બે યુવા હૈયાઓ વચ્ચેના ફૂટેલા પ્રેમના અંકુરનો કરુણ અંજામ આવ્યો છે. જેલમાં રહેલા પ્રેમી સાથે લગ્ન કરવામાં ઉમર બાધારૂપ બનતા પ્રેમિકાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં બંગલાવાડી વિસ્તારમાં ઘી ડેમના રસ્તે બાપા સીતારામની મઠુલી પાસે રહેતી સમીરાબેન કાસમમિયા સાદિકમિયા બુખારી ઉવ ૧૭ નામની સગીરાએ ગઈ કાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ, મૃતક સમીરાબેન ઉ.વ. ૧૭ વર્ષ  પાંચ માસ વાળીને ખંભાળીયામાં રાવલીયા પાડામા રહેતા ધવલ ઉર્ફે ગુડુ નારણદાસ  હરદાસાણી સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. દરમિયાન પ્રેમી સાથે સમીરા ઘરેથી ચાલી ગઈ હતી. જો કે બે-ત્રણ દિવસમા સગીરા પાછી ફરી હતી. દરમિયાન પ્રેમી ધવલ ઉર્ફે ગુડુ વિરુધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ધવલ ઉર્ફે ગુડુની ધરપકડ કરી જામનગર જીલ્લા જેલમાં ધકેલી દીધો હતો. પરંતુ જેલમાં રહેલ ધવલની સાથે સમીરાને લગ્ન કરવા હતા પરંતુ ઉમર ઓછી હોવાથી અને ધવલ હાલ જેલમાં હોવાથી તેને મળી સકતી ન હતી. પ્રેમી સાથે લગ્ન નહી કરવામાં બાધાઓ આવતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું  હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here