ખંભાલીયા: બોગસ સર્ટીફીકેટનાં આધારે આચરવામાં આવ્યું નોકરી કૌભાંડ

0
665

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા ખાતે અમુક સખ્સોએ દરિયાઈ યાતાયાતની તાલીમ આપતી પટનાની ખાનગી સંસ્થામાં પરીક્ષા કે તાલીમ લીધા વગર જ સેકન્ડ કલાસ માસ્ટરના કોર્ષ સર્ટીફીકેટ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે કમીશન લઇ ખોટા સર્ટીફીકેટ બનાવડાવી, ખોટા સર્ટીફીકેટનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

જે સંસ્થાના નામે બોગસ પ્રમાણપત્ર બનાવાયા તે સંસ્થાની મુખ્ય શાખાની ફાઈલ તસ્વીર

જામનગરના બેડી વિસ્તારના છ અને એક પટનાના સખ્સ સહીત સાત સામે  કાવતરા સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં આ પ્રકરણની ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણમાં દ્વારકા એસઓજીએ ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી જેમાં જુમાભાઈ જુસબભાઈ ઓસમાણભાઈ રે- મુંડરાઈ ગામ. બેડી, તા. જામનગર, જી.જામનગર, અબ્દુલભાઈ આદમભાઈ હુશેનભાઈ રે-મુંડરાઈ ગામ. બેડી, જી. જામનગર, રહે.બેડી, રામ મંદિર ચોક, હોટલ રેશ્માની બાજુમાં, અસગરભાઈ કાસમભાઈ ઈશાભાઈ ચગડા રે-ગામ. બેડી, જી. જામનગર, રહે.બેડી, જોડીયા ભુંગા, ઓસમાણ પટેલની ઓફિસ પાછળ, અસરફભાઈ સ.ઓફ અબ્બાસભાઈ જાકુબભાઈ સુરાણી રે-ગામ. બેડી,જી. જામનગર, રહે.જોડીયા ભુંગા, બેડી બંદર રોડ, જુમ્મા મસ્જીદની બાજુમાં, જામનગર, અમિતભાઈ  ગામ. બેડી, જી. જામનગર, હાલ રે.પટના, બિહારવાળા પાંચેય ઈસમોએ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

પોતાના આર્થિક લાભ મેળવવા માટે સને-૨૦૧૭ થી ગઈ તારીખ.૨૯/૧૨/૨૦૨૧થી  પહેલા કોઈપણ સમયે ગુન્હાહિત કાવતરૂ રચીને, NATIONAL INLAND NAVIGATION INSTITUTE – PATNA દ્વારા સેકન્ડ કલાસ માસ્ટરના કોર્ષના ઈસ્યુ કરવામાં આવતા સર્ટીફીકેટ જેવા જ અલગ અલગ વ્યક્તિઓના તાલીમ લીધા વગર, પરિક્ષા આપ્યા વગર જ માત્ર રૂપિયા લઈને ઠગાઈ કરવાના ઈરાદે કમીશન મેળવીને, ખોટા સર્ટીફીકેટ બનાવડાવી, ખોટા સર્ટીફીકેટનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને એસઓજીના રાજેન્દ્રસિંહે આ પ્રકરણ અંગે પાંચેય સખ્સો સામે આઈપીસી કલમ ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ખંભાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એએસપી નિધિ ઠાકુરે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here