જામનગર: પ્રેમી સાથે લગ્ન કર્યા પછી કોલેજ કરતી યુવતીને ખબર પડી કે..?

0
786

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક પરિવારની યુવતી સાથે પ્રેમાલાપ કરી, સરકારી નોકરીના નામે જુઠ્ઠું બોલી તેણીને આકર્ષી પ્રેમ લગ્ન કર્યા બાદ પતીએ દુખ ત્રાસ આપી પ્રેમિકામાંથી પત્ની બનેલ યુવતીને તરછોડી દીધાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અંજલીબેન વિજયભાઈ મહેતાને દેવાંગ નીલેશભાઇ આશા સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ આ પ્રેમ સંબંધને સંસારનું રૂપ આપવા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન બાદ તેણીની સાસરિયામાં રહેવા ગઈ હતી.

લગ્નના થોડા જ દિવસમાં પતીની લુચ્ચાઈ સામે આવી હતી. પ્રેમાલાપ દરમિયાન આ સખ્સે પ્રેમિકા અંજલિને મોટી મોટી વાતો કરી હતી જેમાં પોતે સરકારી  કર્મચારી હોવાનું જણાવી વાપી ખાતે નોકરી હોવાનું કહ્યું હતું. પરંતુ વાપી રહેવા ગયા ત્યારે તેણીને ખ્યાલ આવ્યો હતો કે સરકારી નોકરી તો દૂરની વાત પતિ કોઈ કામ ધંધો  કરતો નથી. દરમિયાન ઘર ખરીદવા સહિતને લઈને પિયરમાંથી પૈસા લઇ આવવા પતી દેવાંગ નીલેશભાઇ આશા દબાણ કરવા લાગ્યો હતો. લગ્નજીવન દરમ્યાન અવારનવાર નાની નાની વાતોમા ઝગડાઓ કરી, ગંદી ગાળો બોલી, ઘરકામ-કાજ બાબતે મેણાટોણા બોલી ને અવારનવાર અસહ્ય મારકુટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દહેજની માંગણી કરી હતી.

તેણીની જામનગરમાં જ પંચવટી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી એસાઈમેન્ટ જમા કરાવવા તેનોનો પતિ મૂકી ગયા બાદ પરત તેડવા જ ન અઆવ્યો અને તેણી પસંદ ન હોવાનું જણાવી સબંધ તોડી નાખવાની વાત કરી હતી. જેને લઈને તેણીનીએ પોલીસમાં અરજી કરી હતી. જેમાં પણ કોઈ પરિણામ નહી મળતા આખરે તેણીએ પતી સામે મહિલા પોલીસ દફતરમાં સ્ત્રી અત્યાચાર ધારા અને દહેજ પ્રતિબંધક ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here