ખંભાળિયામાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પુત્રના રાત્રી ભોજનનો વધેલો ખોરાક પતિને ખાઈ લેવા કહેતા ઉસકેરાઈ ગયેલા પતિએ તેણીને ઘરની બહાર કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. મહિલા આશા વર્કર તરીકે નોકરી કરે છે, જ્યારે તેનો પતિ કંઈ કામ ધંધો ન કરતો હોવાની વિગતો જાહેર થઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા મથકે પતિ પત્ની વચ્ચે થયેલ ગજગ્રાહ પોલીસ દફતર સુધી પહોંચ્યો હતો સાવ સામાન્ય બાબતે બંને વચ્ચે ગજગ્રા થયો હોવાની વિગતો પોલીસ મથકે નોંધાઇ છે. શહેરના ચુનારાવાસ વિસ્તારમાં રહેતી વનિતાબેન વારંગિયાએ તેના 42 વર્ષીય પતિ સામે ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત્ત તારીખ 28 મહિના રોજ બપોરના બારેક વાગ્યે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા વનિતાબેન પોતાના ફરજના સ્થળ ઓફિસે ગયા બાદ એકાદ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. રાત્રે પોતાના બંને પુત્રો સહિતના પરિવાર સાથે તમામ જમવા બેઠા હતા ત્યારે પુત્ર કરણની થાળીમાં ભોજન વધ્યું હતું.

જે ભોજન સારું હોવાથી મહિલા વનિતાબેને તેના પતિને ખાઈ લેવા કહ્યું હતું. ત્યારબાદ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને વિભત્સ વાણીવિલાસ હાજરી તેણીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને ફરી ઘરમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. પતિના આ વ્યવહારને લઈને પરણીતા વનિતાબેન ખંભાળિયા પોલીસ સ્ટેશન રૂબરૂ પહોંચ્યા હતા અને પતિ સામે ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.