ખંભાલીયા: કાર સાથે આવેલ પિતાએ પોતાના જ પુત્રનું અપહરણ કર્યું, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

0
1063

જામનગર અપડેટ્સ: સાત વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ પોલીસ કોન્સ્ટેબલ પતિએ દુખ ત્રાસ આપતા ખંભાલીયાની સગર્ભા યુવતી પિયર આવી પુત્રને જન્મ આપ્યો, પતિએ છ વર્ષમાં પત્ની અને પુત્રનો કોઈ સંપર્ક ન કર્યો, બરાબર સાત વર્ષ પછી એકાએક ખંભાલીયા આવી મામા સાથે બાઈક પર જતા બાળક પુત્રનું કારમાં ગોંધી અપહરણ કરી નાશી જતા સનસનાટી મચી જવા પામી છે. આ તમામ બીના વચ્ચે પોતાના પતિએ આપેલ દુખની સામે જુકી જઈ થોડા સમય પહેલા જ રીસામણે બેસેલ યુવતીએ આપઘાત કરી લીધો હતો. પત્નીના મૃત્યુ બાદ પોતાના પુત્રનું અપહરણ કરી પોલીસ કોન્સ્ટેબલ નાશી ગયેલ છે.

ખંભાલીયામાં લાંબા સમય સુધી પોલીસ જમાદાર તરીકે સેવા આપનાર કનકસિંહ પરમારના પુત્રી શીતલબાના લગ્ન વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં પોલીસ કોન્સ્ત્બેલ તરીકે ફરજ બજાવતા જયદતસિંહ વાઘેલા સાથે થયા હતા. એક જ વર્ષના ગાળામાં દુખ ત્રાસ આપતા શીતલબા સગર્ભા અવસ્થામાં જ પોતાના પિયર ખંભાલીયા આવી ગઈ હતી અને તા.૧૯/૦૬/૨૦૧૮ના દિવસે પુત્ર મીતરાજને જન્મ આપ્યો હતો. પત્ની શીતલબા ખંભાલીયા આવી ગયા બાદ પતીએ કોઈ દિવસ પત્ની અને પુત્રને મળવા કે સમજાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.

પુત્રના જન્મ બાદ પણ પોલીસ કોન્સ્ટેબલ પતિએ કોઈ વ્યવહાર નહી રાખતા અને સંસારને ખરેખર સંસારનું રૂપ આપવાનો પ્રયાસ નહિ કરતા આખરે જીંદગીથી હારી જઈ શીતલબાએ ગત તા. ૧૪/1/૨૦૨૪ના રોજ આપઘાત કરી લીધો હતો. દરમિયાન પોતાના પુત્રની અચાનક યાદ આવી જતા પોલીસ કોન્સ્ટેબલ જયદતસિંહ વાઘેલા પોતાના પુત્રનું અપહરણ કરવાના ઈરાદે કાર લઇ ખંભાલીયા આવ્યો હતો. દરમિયાન મામા જયદીપસિંહ પરમાર સાથે નાસ્તો કરવા નીકળેલ પુત્ર મીતરાજસિંહનું અપહરણ કરવાની ફિરાકમાં રહેલ આરોપી જયદતસિંહ કાર સાથે બંગલાવાડી શેરી નંબર ત્રણ પાસે મામા-ભાણેજ ઘરે પરત ફરવાની વાટ જોઈ રહ્યા હતા.

નાસ્તો કરી બાઈક લઇ પરત ઘરે ફરી રહેલ મામા ભાણેજ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રાહ જોઈ બેઠેલ આરોપી જયદતસિંહ અને તેના અન્ય એક સાગરીતે બાઈકને આંતરી લીધું હતું અને બાઈક પાછળ બેઠેલ બાળક મીતરાજસિંહને ઉઠાવી કારમાં બેસાડી દીધો હતો આ બનાવના પગલે બાઈક ચલાવી રહેલ બાળકના મામા જયદીપસિંહ પરમારે કારનો ડ્રાઈવર વાળો દરવાજો ખોલી સ્ટીયરીંગને વાળવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન ડ્રાઈવ કરી રહેલ આરોપી જયદતસિંહે કારને પુર ઝડપે હંકારી હતી જેમાં કારનો ખુલ્લો દરવાજો ઓટલા સાથે અથડાયો હતો જેને કારણે જયદીપસિંહ નીચે ફંગોળાઈ ગયા હતા. બીજી તરફ ભાણેજ કારમાં બેઠા બેઠા બચાવો બચાવોની બુમો પાડતો રહ્યો અને પિતા તથા તેનો સાગરિત કારને પુર ઝડપે હંકારી નાશી ગયા હતા. આ બનાવ અંગે જયદીપસિંહએ આરોપી બનેવી સામે ભાણેજના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here