કલ્યાણપુર : ગઢકા ગામે દાખલો કઢાવી રૂપિયા તો ન આપ્યા ઉલટાનું વીસીઈને માર માર્યો, પછી થયું આવું

0
669

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલાયાપુર તાલુકાના ગઢકા ગામે ગ્રામ પંચાયતમાં વીસીઈની નોકરી કરતા એક યુવાનને દાખલો કઢાવી જરૂરી રૂપિયા ન આપી  બે ગ્રામજનોને હુમલો કરી માર માર્યો હોવી પોલીસ દફતરે ફરીયાદ નોંધાઈ છે. જયારે બંને યુવાનોને પણ વીએલસીએ હુમલો કરી ચા-પાનની કેબીન ઉંધી વાળી નુકસાની પહોચાડી હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે ઘટેલી ઘટનાની વિગત મુજબ, ગઢકા ગામે જ રહેતા અને સ્થાનિક  ગ્રામ પંચાયતમાં વીએલસી તરીકે નોકરી કરતા હીતેશભાઇ ગોવીંદભાઇ મધડા ઉ.વ.૨૯ પર ગામના જ પ્રુર્વરાજસિંહ હઠુભા જાડેજા અને મનદીપસિંહ રાયસંગ જાડેજા નામના બંને સખ્સોએ ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકકાથી માથાના ભાગે મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગગ્રસ્ત ગઢકા ગ્રામ પંચાયતમા વીસીઈ તરીકે કામ કરે છે. આરોપી પૂર્વરાજસિંહએ ઓનલાઇન અરજીનુ કામ કરાવેલ જેને લઈને યુવાને કરેલ કામના રુપીયા માંગતા આરોપીએ રુપીયા નહી આપી જગડો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જયારે સામા પક્ષે મંદીપસિંહ રાયસંગસિંહ જાડેજાએ આ જ બનાવ અંગે હિતેષભાઇ મઘોડા  અને જીવણભાઇ મઘોડા સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૬(૨),૪૨૭,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં હિતેશ ગઢકા ગામ પંચાયતમાં દાખલા કાઢવાનું કામ કરતા હોય અને પુર્વરાજસિંહ દાખલો કઢાવવા જતા દાખલાના પૈસા બાબતે મનદુખ થતા બંને આરોપીઓએ ઝપા-ઝપી કરી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પાન બીડીની કેબીન ઉંધી પાડી દઇ આશરે ૫૦૦૦ની નુકસાની પહોચાડી હોવાનું સામે જાહેર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here