જોડિયા : દરગાહે માનતા પૂર્ણ કરવા ગયેલ જામનગરના બે યુવાનોના ડૂબી જતા મોત, અરેરાટી

0
515

જામનગર : જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરી પરિવાર આજે જોડિયા નજીક મજોઠ ગામે આવેલ દરગાહે સલામ ભરવા ગયા બાદ ત્યાં ડેમમાં પડેલા બે યુવાનોના મૃત્યુ નીપજતા ધાર્મિક માહોલ ગમગીનીમાં તબદીલ થઇ ગયો હતો.

અરેરાટી ભર્યા આ બનાવની  વિગત મુજબ જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા અમુક મુસ્લિમ બિરાદરો પરિવાર સાથે જોડિયા તાલુકાના મજોઠ ગામે આવેલ આસાબા પીરની દરગાહે સલામ ભરવા ગયા હતા. દરમિયાન બપોર સુધી ત્યાં રહ્યા બાદ અમુક પરિવાર જામનગર તરફ રવાના થયો હતો જયારે અમુક પરિવારના સભ્યો ત્યાં રોકાયા હતા. જેમાં રોકાયેલ અમુક યુવાનો  ડેમમાં ન્હાવા પડ્યા હતા. જેમાં ઊંડા પાણીને પારખવામાં થાપ ખાઈ જતા ન્હાવા પડેલા આસિફ ઇબ્રાહીમભાઈ જુણેજા અને આસિફ સીદીક જુણેજા નામના બંને યુવાનોના ડૂબી જતા મૃત્યુ નીપજયા હતા. આ બનાવના પગલે હતભાગીઓમાં શોક છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here