ચકચારી જૂથ અથડામણ : અન્ય જુથે પણ હત્યા પ્રયાસ અને રાયોટીંગની ફરિયાદ નોંધાવી

0
649

જામનગર : જામનગરમાં શનિવારે રામેશ્વરનગરમાં થયેલ મારામારીના બનાવની સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જૂથ દ્વારા હત્યા પ્રયાસ અને રાયોટીંગ સબબ ફરિયાદ નોધાયા બાદ સામે પક્ષે પણ હત્યા પ્રયાસ સબંધે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શનિવારે રાતે રામેશ્વરનગર વિસ્તારમાં જૂથ અથડામણ સામે આવી હતી. જેમાં સામસામે ફરિયાદ નોંધાવવા માં આવી છે. એક જૂથ દ્વારા ગઈ કાલે નોંધાયેલ ફરિયાદ બાદ અન્ય જૂથના મયુરસિંહ સજુભા જાડેજા એ ફરિયાદ નોંધાવી હતી જેમાં બળદેવસિંહ ઉર્ફે લાલો જાડેજા  ત્થા હરપાલસિંહ ઝાલા તથા મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ઝાલા તથા આદીત્ય બારૉટ ત્થા છત્રપાલસિંહ જાડેજા અને અન્ય સખ્સોએ રબ્બરની પટી વડે તથા લાકડાના ધોકકા વડે  મયુરસિંહ તથા યોગરાજસિંહ પર હુમલો કરી છરી વડે જીવલેણ ઘા કરી શરીરના ગુપ્ત ભાગે મુંઢ ઇજા તથા સાથળના ભાગે ઇજા કરી પોતાની પાસે રહેલ છરી વડે મયુરસિંહને ગુપ્ત ભાગમાં મુઢ ઇજા કરી તથા સાથળના ભાગે ઇજા જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે આરોપીઓ સામે  પોલીસે હત્યા પ્રયાસ અને રાયુતિંગ મુબજ ફરિયાદ નોંધી છે.

ગઈ કાલે આવી નોંધાઈ હતી ફરિયાદ જામનગરમાં  ગત રાત્રે 11 વાગ્યે રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ ચમન ચોકમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારા મારી કરી હતી. આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરી ના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી છુટયા હતા. જયારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં  આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here