ભાણવડ : પોલીસે જુગારીઓને ઘેરી લીધા, પછી ટોળું આવ્યું, પોલીસની હાલત થઇ આવી

0
582

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે ગઈ કાલે સ્થાનિક પોલીસે જુગાર સબંધિત દરોડો પાડી પાચ સખ્સોને આંતરી તો લીધા પણ પછી સોએક સખ્સોનું ટોળું આવ્યું ને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી આરોપીઓને છોડાવી ગયું છે. પોલીસે જુગાર રમતા સખ્સો અને ટોળા સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોટા કાલાવડ ગામે ગઈ કાલે હોળીના દિવસે સ્થાનિક પોલીસે જુગાર સબંધિત દરોડો પાડ્યો હતો જેમાં આહીર સમાજ પાસે જાહેરમાં જુગાર રમતા મેસુરભાઇ પીઠાભાઇ કનારા,  પરબત ઉર્ફે પબો દેવાણંદભાઇ ચાવડા, અરજણ ઉર્ફે કાલી સમાતભાઇ કનારા, ગોવાભાઇ દેવાણંદભાઇ ચાવડા, માલદેભાઇ દેવરખીભાઇ કનારા, કરશનભાઇ પાલાભાઇ ચાવડા, વલ્લભભાઇ પાલાભાઇ ચાવડા, રામભાઇ મોહનભાઇ નંદાણીયા, લખમણભાઇ જીવાભાઇ ચાવડા, જગુભાઇ કરશનભાઇ નંદાણીયા, સુમીતભાઇ ડાડુભાઇ ચાવડા, ગોગનભાઇ કારાભાઇ વરૂ રહે. બધા મોટા કાલાવડ વાળાઓને પોલીસે રૂપિયાની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. જુગાર દરોડાના પગલે ઉસ્કેરાયેલ સોએક સભ્યોનું તોલી ઘટના સ્થળે પહોચી આવ્યુ હતું. અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી-ઝપાઝપી કરી,  બીભત્સ વાણીવિલાસ આચરી, એક સાથે હુમલો કરી, પોલીસની કાયદેસરની કસ્ટડીમા રહેલ ઉપરોક્ત પ્રથમ પાંચ આરુપીને છોડાવી ગયું હતું. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે તમામ આરોપીઓ ઉપરાંત ગયેલા સખ્સો સામે ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધી હતી. જેમાં બે અજાણ્યા ઇસમો પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી, કોન્સ્ટેબલ  ગઢવીને જમણા હાથના અંગુઠામા તથા ડાબા કાનમા ઇજાઓ કરી રેઇડીંગ પાર્ટી સાથે ઝપાઝપી બોલાચાલી કરી આરોપીઓને છોડાવી જઇ તથા જુગાર રમતા ઇસમોએ પણ સહકાર નહી આપી નાશી ગયા હોવાનો આરોપ  લગાવ્યો  છે. આ ઘટનાને પગલે અન્ય  તાલુકાઓની  પોલીસને બંદોબસ્તમાં લગાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here