કાલાવડ :પતિ અલગ રહેવા જતા રહેતા પરિણતાએ સળગી જીવ દીધો

0
884

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે ખોડીયારપરા વિસ્તારમાં રહેતા એક ક્ષત્રીય પરિવારની પરિણીતાએ જાત જલાવી આપઘાત કરી લીધો હોવાની વિગતો જાહેર થઇ છે. પતિ અને પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરતી પત્નીના ત્રાસથી પતિ અન્ય જગ્યાએ રહેવા ચાલ્યો ગયો હતો જેને લઈને પત્નીને લાગી આવતા સળગી જઈ આપઘાત કરી લીધો હોવી વિગતો જાહેર થઈ છે.

કાલાવડ તાલુકા મથકે ખોડીયાર પરા વિસ્તારમાં આજે મોડી રાત્રે ગાયત્રીબા કિશોરસિંહ હમીરસિંહ જાડેજા ઉવ ૪૦ નામની મહિલાએ પોતાની મેળે પોતાના હાથે શરીરે જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી જઈ આપ્ઘર કરી લીધો હતો. આ બનાવ અંગે ધરમેંદ્રસિંહ સજજનસિંહ પરમારએ સ્થાનિક પોલીસમાં નિવેદન આપ્યું હતું જેમાં મૃતકને પોતાના પતિ તથા પરિવારના સભ્યો સાથે અવાર નવાર બોલા ચાલી થતી હતી અને તેના પતિ સાથે પણ અવારનવાર ઝઘડાઓ થતા હોવાથી તેણીના પતિ અલગ રહેવા ચાલ્યા ગયા હતા. જેને લઈને તેણીને લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here