જામનગર : શહેર-જિલ્લા ભાજપના આ છે નવા સુકાનીઓ સતાવાર જાહેરાત

0
1073

જામનગર : છેલ્લા કેટલાય સમયથી રાજ્ય ભાજપમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે તે ભાજપ સંગઠનનું નવું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા ભાજપની કમાન પક્ષના સિનિયર નેતાને સોંપવામાં આવી છે. આગામી સમયમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખી નવા સંગઠનની જવાબદારી જિલ્લાની જવાબદારી રમેશ મુંગરા ને સોંપવામાં આવી છે.જ્યારે જામનગર શહેરની જવાબદારી હાલના મહામંત્રી વિમલ કગથરા ને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા અને જિલ્લાની જિલ્લા પંચાયત અને મોટા ભાગની તાલુકા પંચાયત પર છેલ્લા લાંબા સમયથી પ્રત્યક્ષ રીતે કોંગ્રેસનો કબજો રહ્યો છે. એવું સમયે સંગઠનની જવાબદારી બંને સિનિયર કાર્યકરોને સોંપવામાં આવતા તેઓના માટે આ પદ ચુનૌતીપૂર્ણ અને પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે.

છેલ્લા લાંબા સમયથી ગુજરાતના જિલ્લા સ્તરના સંગઠનમાં બદલાવ અને નવા હોદેદારોની વરણીનું કોકડું ગૂંચવાયેલ રહ્યું હતું. નવા સંગઠનની રચના બાદ ભાજપમાં અસંતુષ્ટ જૂથમાં વધુ અસંતોષ પેદા થાય તો ભાજપ માટે જે તે જિલ્લામાં કપરા ચડાણ થાય તેવી ચર્ચાઓ વચ્ચે લાંબા સમયથી સંગઠન જુના હોદ્દેદારોથી ચલાવવામાં આવી રહ્યું છે. જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે સંગઠન બોડીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે વિમલ કાગથરાની વરણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લા ભાજપની કમાન રમેશ મૂંગરાને સોંપવામાં આવી છે. આગામી માર્ચમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ ત્યારે આ વરણી ચુનૌતી પૂર્ણ જરૂર બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here