મત ગણતરી અપડેટ્સ : અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવારને વધુ મત !!!!

0
849

જામનગર અપડેટ્સ :
રાજય વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણીના પરિણામો પર રાજયની મીટ મંડાઇ છે ત્યારે અબડાસા બેઠક પર વિચિત્ર સંજોગો પેદા થયા છે. અબડાસા કોંગ્રેસ જીતે છે તેવા દાવા વચ્ચે લગભગ અડધી ગણત્રી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસ કયાંય ચિત્રમાં ન હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અહીં ભાજપના ઉમેદવારને  પોણા એક વાગ્યા સુધીની ગણત્રી દરમ્યાન 19,521 મત જયારે અપક્ષ ઉમેદવાર હનિફ પઢીયારને 19,186 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેઘાણીને 15,055 મત મળતા કોંગ્રેસ અપક્ષ કરતા પણ પાછળ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક કોંગ્રેસ જીતશે એમ કોંગ્રેસ દાવો કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here