જામનગર : રિવોલ્વરની અણીએ લુંટ ચલાવનાર આરોપી પકડાયો

0
804

જામનગર અપડેટ્સ : જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જામજોધપુર ખાતેથી દાહોદની લુંટમાં સંડોવાયેલ એક સખ્સને પકડી પાડી સ્થાનિક પોલીસને હવાલે કર્યો છે. આ સખ્સે અન્ય સખ્સો સાથે મળી પાંચ વર્ષ પૂર્વે દાહોદ ખાતે એક યુવાનને રિવોલ્વરની અણીએ લુટી લીધો હતો ત્યારથી આ સખ્સ ફરાર થઇ ગયો  હતો અને જામજોધપુર પંથકમાં આવી મજુરી કામ કરવા લાગ્યો હતો.

દાહોદ જીલ્લાના બીલીયા ગામ પાસે પાંચ વર્ષ પૂર્વે એક યુવાને લુટારુઓએ રિવોલ્વરની અણીએ માર મારી રોકડ રૂપિયા, એટીએમ કાર્ડ અને આરસી બુક તથા એલસીડી ટીવી સહિતની ચીજવસ્તુઓની લુંટ ચલાવી હતી. સ્થાનિક પોલીસે આગાઉ અમુક સખ્સોને પકડી પાડ્યા હતા જો કે ભરતભાઈ ચુનિયાભાઈ ભાભોર નામનો સખ્સ આજ દિવસ સુધી ફરાર રહ્યો હતો આ સખ્સ જામનગર જીલ્લાના જામજોધપુર પંથકમાં આવી ખેત મજુરી કરતો હોવાની  વિગતો જામનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી જેના આધારે પોલીસે ગઈ કાલે એક ટીમ જામજોધપુર પહોચી હતી. જેમાં જામજોધપુરમાં ચોક્કસ જગ્યાએથી આરોપી મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી સ્થાનીક પોલીસને સુપ્રત કર્યો હતો. આ કાર્યવાહી પેરોલફર્લો સ્કવોડના પીએસઆઈ એ એસ ગલચર, એએસઆઈ હંસરાજ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બલોચ, મેહુલ ગઢવી, રણજીતસિંહ  પરમાર અને લખમણ ભાટિયા અને નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here