
જામનગરના જામ રાજવી જામ સાહેબ શત્રુશેલયજીએ આઇપીએલ 2025ની ફાઇનલ મેચમાં વિજેતા બનેલ આરસીબીની ટિમ અને વિરાટ કોહલીને અભિનંદન પાઠવતો પત્ર જાહેર કર્યો છે, જો કે ફાઈલ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ ફલાય પાસ્ટ કરતબના ખુબ વખાણ કર્યા પણ સાથે સાથે એરફોર્સના ફલાય પાસ્ટમાં ભાગ લેનાર સ્ક્વોડ્રન અને વિમાન અંગે કોઈ પ્રકાશ પાડવામાં ન આવતા આશ્ચર્ય સાથે આભાર વ્યક્ત કર્યો છે.

જામ સાહેબ શત્રૂશેલયજી હાલ જામનગર ખાતેના પાયલોટ બંગલે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેઓની નંદુરસ્ત તબિયત રહે છે જો કે આવી સ્થિતિ વચ્ચે પણ દેશની પ્રવર્તમાન સ્થિતિથી તેઓ સતત વાકેફ રહી દેશદાઝ ધરાવે છે, પાકિસ્તાન સાથે સીમાએ વણસેલી સ્થિતિ હોય કે આઇપીએલ ક્રિકેટ ટુર્નામેંટ હોય, જામ સાહેબે પોતાની પ્રતિક્રિયા આપતા સંદેશ પ્રકાશિત કરતા આવ્યા છે, ગઈ કાલે પૂર્ણ થયેલ આઇપીએલ ટૂર્નામેન્ટમાં વિજેતા બનેલ આરસીબી અને વિરાટને અભિનંદન આપતો પાત્ર પ્રકાશિત કર્યો છે જે અક્ષરઃશ નીચે મુજબ છે.

ॐ
આર.સી.બેંગાલુરુએ બે કેચ પાડ્યા છતાં વિજયતા મેળવવાના ખૂબ ખૂબ અભિનંદન, અને વિરાટ કોહલીને તેમના આઇ.પી.એલ. કેરિયરના ખૂબજ યોગ્ય સમાપન માટે ખાસ ‘શાબાશી’, જેનાથી હું ખૂબજ ખુશ થયો, કારણ કે દેશની અડધાથી વધુ ક્રિકેટપ્રેમી વસ્તી ખૂબજ ખુશ હશે.
જોકે, મારા માટે સાંજનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેના દ્વારા પ્રદર્શિત કરાયેલ આશ્ચર્યજનક અને અદ્દભુત ફ્લાયપાસ્ટ હતું જે સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. તે અફસોસની વાત છે કે ભારતીય વાયુસેનાના કયા સ્કવોડ્રન અને કયા વિમાને આ મનમોહક અદ્દભુત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો તેની કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. તેમ છતાં, હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવાનો લ્હાવો લઉં છું. મારા વતી અને હાજર રહેલા બધા લોકો વતી અને જેઓ આ વિશ્વ કક્ષાના પ્રદર્શનથી ચોક્કસપણે રોમાંચિત થયા હશે, IAF ને ખૂબ ખૂબ અભિનંદન.
હું એમ કહીને સમાપ્ત કરું છું કે ભારત નિર્વિવાદપણે એક મહાન રાષ્ટ્ર છે.
પ્રખર પ્રશંસક,
નવાનગરના મહારાજા જામસાહેબ