જામનગર: બુટલેગરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો, મૃતકનો વિડિઓ વાયરલ

0
1477

મને ગામના જ બે બુટલેગર શખ્સો સતત અને સખત ત્રાસ આપે છે..એસ્ટ્રોસિટીની ફરિયાદ બાદ જામીન પર છુટેલ બંને શખ્સોએ અમાનુષી ત્રાસ ગુજારતા હું અંતિમ પગલું ભરૂ છું. સરકાર અને પોલીસ મને ન્યાય અપાવશે એવી માંગણી કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં સેર કરી જામ વંથલીના યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ રેલવે પોલીસે બંને શખ્સો સામે મૃત્યુની દુષપ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધી હતી.બીજી તરફ પોતાના વિસ્તારમાં બનેલ બનાવને લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બંને શખ્સોને પકડી પાડી રેલવે પોલીસને હવાલે કર્યા છે.

જામનગર નજીકના જામ વથલી ગામે રહેતા નીતિન પરમાર નામના યુવાને ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે યુવાને એક વિડિઓ સોશ્યલ મિડીમાં વાયરલ કરી, ગામના જ બે બુટલેગર કૃષ્ણરાજસિંહ અને મયુરસિંહના ત્રાસને કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું કહ્યું હતું. જેને લઈને રેલવે પોલીસે કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા રહે. જામવંથલીગામ હવેલીશેરી પંચાયત ઓફિસ પાસે તા.જી.જામનગર તથા (૨) મયુરસિંહ ભરતસિંહ જાડેજા રહે. જામવંથલીગામ હવેલીશેરી પંચાયત ઓફિસ પાસે તા.જી જામનગર વાળાઓ સામે રેલ્વે પોલીસ સ્ટેશનના આપઘાતની દુષપ્રેરણા તથા એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.

યુવાનનો વિડિઓ જોવા નીચેની લિંક ક્લિક કરો…

https://m.facebook.com/story.php?story_fbid=522773046111176&id=100051354551083

જેને લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસે આ ગંભીર ગુનાના બંને આરોપીઓને ગણત્રીની કલાકોમાં ચાવડા ગામના પાટીયા પાસેથી આઇફોન-૧૧ પ્રો મોબાઇલ ફોન કિ.રૂ.૩૫૦૦૦તથા આઇફોન-૧૨ મીની મોબાઇલ ફોન કિ.રૂ.૩૦૦૦૦ મળી
કુલ રૂ.૬૫૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા અને નાયબ પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલવે રાજકોટ વિભાગ તરફ આગળની કાર્યવાહી અર્થે સોપી દેવાયા છે. રેલવે પોલીસે બંનેની દગારપકડ કરી આજે જ જીજી હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ હાથ ધરી ધરપકડ કરી છે.
આ કાર્યવાહી પંચકોષી ‘એ’ ડીવી. પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. એમ.આર.સવસેટા સા. ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પો. હેડ કોન્સ. ચંદુભા જાડેજા તથા રવીન્દ્રસિંહ જાડેજા તથા શૈલેન્દ્રસિંહ જાડેજા તથા જીજ્ઞેશભાઇ વાળા તથા રામદેવસિંહ જાડેજા તેમજ પો.કોન્સ. કિશોરભાઇ ગાગીયા તથા દેવેન્દ્રસિંહ જાડેજા તથા દિનેશભાઇ હૈયા તથા સંદિપભાઇ જરૂ નાઓએ કરેલ છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here