જામનગર અપડેટ્સ: ભારતીય સેનાની એક પાંખમાં ફરજ બજાવતા એક મહિલા અધિકારીના બંધ રહેણાંક મકામમાં કોઈ વાસનાખોર રંગરેલીયા માનવી ગયું હોવાની વિગતો સામે આવી છે. મહિલા અધિકારી રજા પૂર્ણ કરી ઘરે આવ્યા બાદ વેરવિખેર બેડ અને રંગરેલીયાની રંગતના પુરાવાઓ મળતા પોલીસની મદદ લેવાઈ છે. પોલીસ અધિકારીઓની એક ટીમે અંત્યંત ગુપ્ત રાહે તપાસ શરુ કરી છે. પોલીસે ત્વરિત પાંચ શંકમદને શંકાના પરિઘમાં રાખી સીમેન ટેસ્ટ હાથ ધર્યો છે.
જામનગર શહેર સહીત અતિ ચર્ચાસ્પદ બનેલ બનાવની વિગત મુજબ, જામનગરમાં ભારતીય સેનાની એક પાંખમાં ફરજ બજાવતા મહિલા અધિકારી પોતાની હક રજા લઇ પોતાના વતન ગયા હતા. રજા પૂર્ણ થતા મહિલા અધિકારી પરત જામનગર હાજર થયા હતા. જ્યાં પ્રથમ તેઓ પોતાના રહેણાંક પર ગયા હતા. રહેણાંકને મારેલ તાળું ખોલતા અને અંદરનું દ્રશ્ય જોતા તેઓ હતપ્રભ થઇ ગયા હતા. કારણ કે પોતાની ગેર હાજરીમાં કોઈ સખ્સો અંદર ઘુસ્યા હોવાના પુરાવાઓ સામે આવ્યા હતા. પ્રથમ તો ચોરીના આસયથી કોઈ અંદર આવ્યું હોવા અંગે શંકા સેવી હતી પરંતુ રૂમમાંથી કોઈ ચીજ વસ્તુઓની ચોરી નહી થઇ હોવાનું સામે આવ્યું હતું.
જો કે અંદર ઘુસેલ કોઈ સખ્સોએ રૂમ અંદર અજીબોગરીબ હરકતો કરી હોવાના પુરાવાઓ મળ્યા હતા. રૂમ પર મારેલ તાળું ખોલી કોઈ જાણભેદુ અંદર આવ્યા હોઈ અને અંદર આવી રંગરેલીયા મનાવી રૂમને તાળું લગાવી પરત ચાલ્યા ગયા હોવાની શંકા જાગી હતી. શરીરસુખ માણ્યા હોવાના પુરાવો પણ રૂમ પરથી મળી આવ્યા હતા. જેને લઈને મહિલા અધિકારીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અંતે આ ઘટના અંગે જામનગર પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ હતી. પોલીસ અધિકારી ટીમે ઘટના સ્થળે પહોચી પ્રથમ રૂમ પરથી શારીરિક વાસનાની તૃપ્તિ કર્યા અંગેના જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા.
પોલીસે રૂમમાંથી લીધેલ નમૂનાઓ પ્રુથકરણ કરવા લેબમાં મોકલ્યા છે. ત્યારબાદ અહી રહેતા અમુક શકમંદ સુધી તપાસ લંબાવી હતી પોલીસે ચારથી પાંચ શકમંદના સેમીનલ ફ્લુઇડના નમૂનાઓ પૃથકરણ માટે મોકલી આપ્યા છે. જો આ નમૂનાઓમાંથી કોઈ એકનો નમુનો મેચ થઇ જશે ત્યાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જો કે આ તમામ પ્રક્રિયા બંધ બારણે કરવમાં આવી રહી છે.
કદાચ કેસ સ્વોલ્વ થઇ જાય તો પણ શું ???
એક અધિકારીના ઘરમાં કોઈ અજાણ્યા માણસો રંગરેલીયા માનવી જતા રહ્યા, તપાસ શરુ કરી દેવામાં આવી છે. તપાસના અંતે કોઈ તકસીરવાન સામે આવી પણ જશે, પરંતુ પછી શું ? કેવો ગુનો નોંધશે પોલીસ ? ઘરમાં અપ પ્રવેશ, રંગરેલીયા મનાવ્યા ? જો કે જામનગર પોલીસની એક થીયરી રહી છે કે પ્રથમ ગુનો ડિટેકટ થાય પછી ગુનો રજીસ્ટર થાય છે. આ કિસ્સામાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું !!!