જામનગર: જામનગરમાં ત્રણ દરવાજા પાસે ઉભેલા એક સખ્સ પર મોટર સાયકલ પર આવેલ સખ્સે બોલાચાલી કરી છરી દેખાડી ધાક ધમકી આપી નાશી ગયો હતો. તું બોવ સીન સપાટા કરે છે તારા સીન સપાટા બંધ કરી દેજે કહી આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં ઠંડીનું પ્રમણ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ લોકમાનસમાં ગરમીનું પ્રમણ વધી હોય તેમ એક સખ્સે સમાજસેવા કરતા યુવાન પુર હુમલો કરી છરીબાજી કરી છે. બેડી ગેઇટ પાસે કડીયાવાડ ધાણીવાળી શેરીમાં રહેતા અને સમાજસેવા કરતા વિશાલ કિશોરભાઈ લાખાણી ઉવ 44 બે દિવસ ત્રણ દરવાજા પાસે ઉભા હતા ત્યારે સાધના કોલોની વિસ્તારમાં રહેતો મનીષ રાજુભાઈ શર્મા નામનો સખ્સ મોટરસાયકલ પર આવ્યો હતો.
દરમિયાન વિશાલની પાસે આવેલ મનીષએ કહેલ કે કેમ અહી ઉભો છો? હું તને જ ગોતું છું, કેમ સીન સપાટા નાખશ? જેના જવાબમાં વિશાલે કહ્યું હતું કે હું કાઈ સીન સપાટા નથી નાખતો, વળતા જવાબને લઈને મનીષ એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને મોટરસંકલ ઉભી રાખી જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા આરોપી મનીષ લાલપીળો થઇ ગયો હતો અને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી કહ્યું હતું કે તારા ખોટા સીન સપાટા બંધ કરી દેજે નહિતર તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી નાશી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ધાક ધમકી આપવા અંગેની ફોજદારી ધારાઓ મુજબ વિશાલની ફરિયાદ નોંધી સીટી બી ડીવીજનના પીએસઆઈ આર પી અસારી સહિતના સ્ટાફે આરોપી મનીશની ભાળ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.