કલ્યાણપુર: પત્ની સાથેના અનૈતિક સબંધની જાણ પતિએ વાડીએ બોલાવી પ્રેમીની હત્યા નીપજાવી

0
2220

જામનગર અપડેટ્સ: અનૈતિક સબંધની આડમાં અનેક પરિવાર બરબાદ થયા છે અનેક ગંભીર બનાવો પ્રકાસમાં આવ્યા છે. દેખીત્તી રીતે મીઠા લાગતા આવા સબંધમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામેથી, જેમાં પત્ની સાથેના અફેરની જાણ થતા જ પતિએ ગંધ ન આવે તે રીતે પ્રેમીને વાડીએ બોલાવી ક્રુરતા પૂર્વક હત્યા નીપજાવી પરધામ પહોચાડી દીધો છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નેતર સંબંધ હમેશા જીવન બરબાદ કરી દેતા આવ્યા છે. જેમાં બંને પક્ષે નુકસાની નુકસાની જ ભોગવવી પડતી હોય છે. બંને પાત્રોના પરિવારોને ભાગે સામાજિક બદનામી તો ખરી સાથે સાથે સંસારિક જીવન પણ વેરણછેરણ થાય છે. લગ્નેતર સંબંધ ક્યારેક હત્યા સુધી પહોચી જતા હોય છે. જેમાં અમુક વખત એક તો અમુક વખત બંને પાત્રોએ જીવથી હાથ ધોવા પડતા હોય છે. આવો એક બનાવ બન્યો છે ખીજદળ ગામે, જેમાં દરબાર પાડામાં રહેતા ૩૦ વર્ષીય યુવાન વિરમદેસિંહ કરણુભા જાડેજાને ગામમાં જ રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા પોતાની ફૂલજર વિસ્તારમાં આવેલ વાડીએ બોલાવે છે. ચંદ્રસિંહના આમંત્રણને માન આપી વિરમદેવસિંહ વાડીએ પહોચે છે પણ તેઓને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે આ તેઓની વાડીની સફર જીવનની અંતિમ સફર બની જશે.

વાડીએ ગયેલ વિરમદેવસિંહ પર ચંદ્રસિંહ બોથડ અને ઘટક હથિયારો વડે તૂટી પડે છે.  જેમાં વિરમદેવસિંહને માથામાં પાછળના ભાગે કોઇપણ મારક હથિયાર અથવા બોથડ વસ્તુઓના આડેધડ ઘા જીકવામાં આવતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ થાય છે અને આ બનાવ હત્યામાં પલટાઈ જાય છે. આ બનાવની છેક સાંજે જાણ થતા કલ્યાણપુર પોલીસ સ્થળ પર પહોચે છે. જ્યાં લોહીના ખાબોચિયામાં અનંતન વાટે પહોચી ગયેલ વિરમદેવસિંહના મૃતદેહની કબજો સાંભળી પોલીસ સ્થળ કાર્યવાહી કરે છે. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ સંજયસિંહ કરણુભા જાડેજા કલ્યાણપુર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવે છે.

મૃતક નાના ભાઈને આરોપી ચંદ્રસિંહની પત્ની સાથે અનૈતિક સબંધ બંધાયો હતો. આ સબંધની જાણ પતિ ચંદ્રસિંહને થઇ જતા કોઈ પણ રીતે મૃતક વિરમદેવસિંહને વાડીએ બોલાવ્યો હતો જ્યાં મોકો મળતા જ તેની પર જીવલેણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી આરોપી ચંદ્રસિંહ ફરાર થઇ ગયો હોવાનો આરોપ સંજયસિંહે લગાવ્યો છે. પોલીસે મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નાશી ગયેલ આરોપીના સગળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે પોલીસસુત્રો માંથી મળતી માહિતી મુજબ આરોપીના સગળ મળી ગયા છે અને આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. અનૈઅતિક સબંધની આડમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યાની ઘટનાએ સમાજને લાલબતી ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here