જામનગર:  રાષ્ટ્રધ્વજનું શુ કરશો ? મહાનગરપાલિકાએ બતાવ્યો રસ્તો

0
653

આઝાદીના 75 વર્ષમાં આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી, આઝાદી પર્વ નિમિત્તે ત્રણ દિવસ સુધી હર ઘર ઝંડા કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો પરંતુ હવે નાગરિકો એ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ પરત ઉતારી લેવા તમામને આહવાન કરાવવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રધ્વજ ક્યાં રાખો ? તે સવાલ જો તરફ ચર્ચાઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર આગળ આવ્યું છે.

આપણા ભારત દેશને મળેલી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહથી તા.૧૩, ૧૪ અને ૧૫ મી ઓગસ્ટ સુધી નગરજનો જોડાયા તેથી જામનગર મહાનગરપાલિકા સૌને અભિનંદન પાઠવ્યા છે.  હર ઘર તિરંગા બાદ સૌ નાગરિકોના મનમાં એક સવાલ હતો કે હવે આ રાષ્ટ્રધ્વજનું શું કરવું ? ધ્વજ સંહિતા મુજબ રાષ્ટ્રધ્વજ હવે ફરકાવી ન શકાય જેને લઇને અવઢવળમાં મુકાયેલા નગરજનો માટે તંત્ર સામે આવ્યું છે.

સૌના મકાન, દુકાન, ઓફિસ, કારખાના વિ. કોઈ મિલકત પર ફરકાવવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થિત આયોજન કરી રાષ્ટ્ર ધ્વજને સ્વૈચ્છાએ જમા કરાવવા માંગતા હોય તો જામનગર મહાનગરપાલકાની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર્સ, તમામ આરોગ્ય કેન્દ્ર પર કામકાજના સમય દરમ્યાન તા.૧૭ ૨૦૨૨ થઈ તા.૨૫૦૮૨૦૨૨ સુધીમાં જમા કરાવી આપવા કમિશ્નર વિજયકુમાર ખરાડી ધ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here