જામનગર: યુક્રેનમાં હજુ છ વિદ્યાર્થીઓ અને બે વેપારીઓની હાલત કેવી છે?

0
783

યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ માટે સરકાર દ્રારા પ્રયાસ તો થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ અનેક વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાતના જામનગર જીલ્લાના કુલ 12 જેટલા વિધાર્થી હતા, જે  પૈકી 4 વિધાર્થીઓ પરત આવ્યા છે.  હજુ પણ 6 વિધાર્થી અને 2 વેપારી એમ કુલ 8 જામનગરના લોકો યુક્રેનમાં ફસાયા છે.

યુક્રેઇનમાં ફસાયેલ વિદ્યાર્થીઓની ફાઇલ તસ્વીર, જેમાંથી મોટાભાગના પરત ફર્યા છે

જામનગર જીલ્લાના કાલાવડના વિવેદ વાદી, અને જામનગર તાલુકાના વિભાપર ગામના મિલન દોમડીયા બંન્ને તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ વ્યવસાય અર્થે યુક્રેનની મુલાકાતે ગયા અને યુદ્ધ જાહેર થતા બંને ત્યાં જ ફસાઈ ગયા છે. હાલ આ બન્ને યુવાનો ખેરસન શહેરમાં તેઓના મિત્રને ત્યાં આસરો લીધો છે. ખેસરસ એ જ શહેર જ્યાં રશિયાએ વધુ તબાહી મચાવી છે. આ શહેર અન્ય દેશની બોર્ડરથી  ૫૦૦થી ૭૦૦ કિમી દુર છે તેથી બંનેના એવેક્યુશનમાં મુશ્કેલી આવી રહી છે ઉપરાંત ભારતીય એમ્બેસીમાં ખૂટતા સ્ટાફને લઈને મુશ્કેલી પડતી હોવાનું વિવેક વાદીએ જામનગર અપડેટ્સ સાથેની વાતમાં જણાવ્યું છે.

એમ્બેસી એમ કહે છે કે બંને સરહદ પર આવી જાય તો સલામત રીતે એરલીફ્ટ કરી શકાય, એવો જવાબ આપતા હોવું કહી  રહ્યા છે. ખેરસન શહેરથી સરહદ 750 કિમી કે તેથી વધુનુ અંતર છે. કોઈ વાહનચાલક ત્યાં સુધી આવવા માટે તૈયાર નથી. વાહનવ્યવહાર બંધ છે. ચાલી જઈ શકાય તેમ નથી. તેમની પાસે ખોરાકનો પુરતો જથ્થો નથી. તેમજ પૈસા ઉપાડવા માટે પણ મુશકેલી થાય છે. ત્યારે સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠા છે.એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે મારું સંતાન ખુબ જ ગભરાઈ ગયું છે. બંને દેશ દ્વારા એવેક્યુશનના પ્રયાસ કરવામાં આવી રહયા છે એવા જવાબ આપવામાં આવે છે, બે દિવસ પૂર્વે જ બોર્ડીંગ કરાવવાના હતા પણ તે કરવામાં નિષ્ફળ રહ્યા છે. એની પાછળના કારણો પણ આપતા નથી અને ક્યારે પરત લઇ આવશે એના જવાબ પણ વાળતા નથી. બીજી તરફ હજુ પણ યુક્રેઇનમાં ભારતના ૭૦૦ વિધાર્થીઓ ફસાયા હોવાનું જામનગરના એક વાલીએ જણાવ્યું છે. જામનગરના હેતવી પારધી, દિવ્ય મંગી, ફુરંગી ગોસ્વામી ત્રણ વિધાર્થી સુમીમાં ફસાયા છે. જે રશિયાથી આશરે 40 દુર અંતરે આવેલા છે. ત્યાં બહાર નિકળવુ મુશકેલ છે. બંકરમાં આશરો મેળવ્યો છે. ત્યાં પાણી અને ખોરાકની મુશકેલી વચ્ચે આશરે 700 થી વધુ વિધાર્થીઓ ત્યાં મદદની આશ લગાવીને બેઠા છે. અહી એક ભારતીય દ્વારા ચલાવવામાં આવતા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા હોવાનું  પણ જાણવા મળ્યું છે. આ સંચાલક પણ તમામ વિદ્યાર્થીઓની સાથે હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here