જામનગર : કાલાવડના ધારાસભ્ય અને ભાણેજ વચ્ચેનો વાયરલ ઓડિયો ફરી ચર્ચામાં, કેમ ?

0
1377

જામનગર : જામનગર જીલ્લા પંચાયત સહીત છ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર જુમ્બેસમાં એડીચોટીનું જોર  લગાવવામાં આવ્યું હતું. વળી આ વખતે આમ આદમી પાર્ટીએ પણ દાવેદારી નોંધાવતા ત્રિપાંખીયા જંગના આસાર સર્જાયા હતા. જો કે પ્રચાર જુંબેશ દરમિયાન એક ઓડિયો વાયરલ થઇ હતી. જે કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા અને તેની ભાણેજ વચ્ચેની હતી, આ ઓડિયોએ ભારે ચર્ચાઓ જગાવી હતી જે તે સમયે, ગઈ કાલે પરિણામ આવી ગયા, પરંતુ પરિણામની સાથે પેલી ઓડિયોની ચર્ચા ફરી છેડાઈ છે. કારણ કે ધારાસભ્ય મુસડીયા અને ભાણેજ વચ્ચેના સંવાદમાં ધારાસભ્ય દ્વારા અપાયેલ કમીટમેન્ટ મુદ્દે હાલ ચર્ચાઓ જાગી છે.

સ્થાનિક સ્વરાજ્યની  ચૂંટણીઓ પૂર્વે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પગપેસરો કર્યો અને રાજ્યભરમાં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હતો. જેમાં કાલાવડ ગ્રામ્યમાં એક મહિલાએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી પ્રચાર પણ શરુ કરી દીધો, જેને લઈને કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂટાયેલ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા અને જે તે યુવતી વચ્ચે થયેલ સંવાદ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો, જેમાં કાલાવડના ધારાસભ્ય જે તે યુવતીને ભાણેજ કહી સંબોધન કરતા સંભળાયા હતા. ધારાસભ્ય મુસડીયા ભાણેજને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાની નાં પાડી રહ્યા છે અને તેનો કોઈ વજૂદ નથી એમ કહી રહ્યા છે. જેની સામે જે તે યુવતીએ આપની સાથે  રહેવાની જીદ પકડી રાખી હતી જેને લઈને ધારાસભ્યએ એવો પણ વિસ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો હતો કે જો  આમ આદમીની એક સીટ આવે તો હું રાજીનામું આપી દઈશ, જે તે સમયે આ ઓડિયોએ ભારે ચર્ચાઓ જગાવી હતી. ચૂંટણી જાહેર થઇ, ભાણેજે આપમાંથી કાલાવડ તાલુકા પંચાયતમાંથી દાવેદારી કરી, ચૂંટણી લડ્યા અને પરિણામ આવ્યું, યુવતી જીતી ગઈ, હવે સમય છે ધારાસભ્યના પેલા વચનનો, શું ધારાસભ્ય રાજીનામું આપશે ? ગઈ કાલથી આ વાત જીલ્લાભરમાં ચર્ચાનો વિષય બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here