જામનગર : છ તાલુકા પંચાયતમાંથી ચાર ભાજપે કબજે કરી, આ રહ્યું સંપૂર્ણ ચિત્ર

0
548

જામનગર : જિલ્લાની 6 તાલુકા પંચાયતની 112 બેઠકોની મતગણત્રી આજે સવારે 9 વાગ્યેથી શરૂઆત થઇ હતી. શરૂઆતના પરિણામો ભાજપ તરફી આવવા લાગતા ભાજપની છાવણી ગેલમાં આવી ગઇ હતી. બપોરે એક વાગ્યા સુધીમાં ભાજપે છ પૈકી ચાર તાલુકાની બેઠકો કબ્જે છે.  જયારે અન્ય બે તાલુકા પંચાયતમાં બપોરે એક વાગ્યા સુધીમાં મતગણત્રી ચાલુ હોવાથી અંતિમ પરિણામ મળી શકયું નથી.

જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં તોતીં મતદાન નોંધાયા બાદ કોંગ્રેસના કબ્જામાં રહેલ તાલુકા પંચાયતોમાં કેસરીયો લહેરાવવાના સંકેતો તેમજ એકઝીટ પોલના તારણો બહાર આવ્યા હતા. જામનગર સહિત 6 તાલુકા અને જિલ્લા સ્તરની બેઠકોની મતગણત્રી તાલુકા મથકે યોજાઇ હતી.  જેમાં જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપે બહુમતી મેળવી છે. 

જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકોના પરિણામ અંગે વાત કરીએ તો જામવંથલી તાલુકા પંચાયતની સીટ પર ભાજપના મનહરસિંહ પરબતસિંહ જાડેજાનો વિજય થયો છે. મનહરસિંહને 2541 જયારે અપક્ષ ઉમેદવાર ભુરાલાલને 917 અને નોટામાં 280 મત પડતા કુલ 3738 મતમાંથી  સૌથી વધુ મત ભાજપે મેળવી આ બેઠક કબ્જે કરી છે. જયારે ઠેબા તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ હમિરભાઇ પરમારનો જવલંત વિજય થયો છે. પ્રવિણભાઇને 1395 જયારે તેના નજીકના કોંગ્રેસના ઉમેદવાર દિપક ગચ્છ અને અપક્ષ જ્યોતિબેન મકવાણાને 586 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપે તોતીંગ બહુમતી મેળવી કબ્જે કરી છે. જયારે વિમલ મકવાણાને 320 અને નોટામાં 70 મતો પડયા હતા.

ફલ્લા તાલુકા પંચાયત બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ભાજપે બાજી મારી છે. ભાજપના મકનભાઇ કાસુંદરાનો વિજય થયો છે. જેમા મકનભાઇને 2263 અને તેના નજીકના કોંગ્રેસના ઉમેદવાર નિલેષભાઇ ગડારાને 2039 મત મળતા 200 મતથી ભાજપે આ બેઠક કબ્જે કરી છે.

જયારે ધુતારપર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના હસમુખ ફાયરાનો જવલંત વિજય થયો છે. હસમુખભાઇને  2110 મત મળતા તેઓનો વિજય થયો છે. તેમની નજીકના કોંગ્રેસના ઉમેદવાર કિશોર ભંડેરીને 1365 મત મળતા ભાજપના ઉમેદવારનો 800 મત ઉપરાંતથી વિજય થયો છે.

બેરાજા બેઠક પર કોંગ્રેસના નીતાબા જાડેજાનો વિજય થયો છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઇ હતી. જેમાં નીતાબાને 1723 જયારે કોંગ્રેસના વનીતાબેન સાવલીયાને 1568 મત મળતા પાતળી બહુમતીથી ભાજપનો વિજય થયો છે.

જયારે અલીયા બેઠક પર ભાજપના હરમિતાબેન રાજેન્દ્રભાઇ પંડયાનો વિજય થયો છે. હરમિતાબેનને 1940 જયારે કોંગ્રેસના રશ્મીતાબેન મકવાણાને 1413 મત મળતા ભાજપના મહિલા ઉમેદવારનો 530 મતથી વિજય થયો છે.

જયારે વીરપર બેઠક પર ભાજપના સંગીતાબેન દુધાગરાનો વિજય થયો છે. સંગીતાબેને તેના નજીકના કોંગ્રેસના  ઉમેદવાર જાગૃતિબેન ઘાડીયાનો 400 મતથી પરાજય આપ્યો છે.

બપોરના સાડા બાર વાગ્યા સુધીમાં જામનગર તાલુકા પંચાયતની 26 પૈકી 7 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જે ભાજપ તરફી રહ્યું છે.

જયારે કાલાવડ તાલુકા પંચાયતની 18 પૈકી 13 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં આણંદપરની સીટ પર કોંગ્રેસના વિજ્યાબેન રમેશભાઇ વસોયાનો વિજય થયો છે. વિજયાબેનને 1434 જયારે તેના નજીકના ભાજપના ઉમેદવાર મયુરીબેન ગોરસીયાને 1210 મત મળ્યા હતા.

બેરાજા બેઠકની વાત કરીએ તો આ બેઠક આમ આદમી પાર્ટીએ કબ્જે કરી છે. અહીં આપના દયાબેન ભીમજીભાઇ મકવાણાને 1500 જયારે તેના નજીકના ભાજપના ઉમેદવાર વનીતાબેન ભટ્ટીને 1033 મત મળતા આપના ઉમેદવારનો 467 મતથી વિજય થયો છે. આમ આદમી પાર્ટીએ જામનગર જિલ્લામાં આ બેઠક કબ્જે કરી ખાતુ ખોલાવ્યું છે.

જયારે છતર બેઠકની વાત કરવામાં આવેતો અહીં ભાજપના જકીબેન જાદવનો વિજય થયો છે. તેઓને 1587 જયારે તેઓના નજીકના કોંગ્રેસના અમીનાબેન બાઘડાને 1289 મત મળ્યા હતા.

જયારે ધુનધોરાજી બેઠક પર ભાજપના મહેશભાઇ મકવાણાનો વિજય થયો છે. તેઓને 1187 જયારે કોંગ્રેસના રમેશ વાલવાને 1172 મત મળ્યા છે.

જયારે  જશાપર બેઠક પર કોંગ્રેસના દેવદાન જારીયાનો વિજય થયો છે. તેઓને 1333 જયારે ભાજપના બળદેવ બાલીયાને 1076 મત મળ્યા હતા.

કાલાવડ તાલુકાની કાલમેઘડા બેઠક પણ ભાજપે કબ્જે કરી હતી. આ બેઠક પર ભાજપના નરવિજયસિંહ જાડેજાને 1262 અને કોંગ્રેસના દેવીયાનીબેન જાડેજાને 875 મત મળ્યા છે.

જયારે ખંઢેરા બેઠક કોંગ્રેસ કબ્જે કરી અહીં પ્રવિણભાઇ ગઢીયાનો 100 ઉપરાંત મતથી વિજય થયો છે. જયારે ખંઢેરી બેઠર પર ભાજપના અશ્ર્વિનભાઇ સીંગાડાનો વિજય થયો છે. તેઓનો માત્ર 57 મતથી કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો છે.

આ ઉપરાંત મકરાણી સણોસરા બેઠક પર ભાજપના ચંદ્રીકાબેન પાનસુરીયાનો  1050 મત સાથે 200 ઉપરાંતના મતોની સરસાઇથી વિજય થયો છે. જયારે મોટા વડાળા બેઠક પર ભાજપના અલ્પાબેન વાડોદરીયાનો વિજય થયો છે. આ ઉપરાંત મોટી માટલી બેઠક પર આમ આદર્મી પાર્ટીના વસંતબેન ચોવટીયાનો 84 મતથી વિજય થયો છે.

જયારે મુળીલા બેઠક પર કોંગ્રેસના મીનાક્ષીબા અશોકસિંહ જાડેજાનો 1576 મત મળતા 700 મતથી વિજય થયો છે. જયારે નાની વાવડી બેઠક પર ભાજપના શામાબેન અકબરીનો 100 મત ઉપરાંતના અંતરથી વિજય થયો છે.

જયારે લાલપુર તાલુકા પંચાયતની લાલપુર બેઠક પર જશપાલસિંહ જાડેજાનો 1454 મત સાથે વિજય થયો છે. જયારે ભણગોર સીટ પર ભાજપના જીવીબેન જેશાભાઇ નંદાણીયાનો 2166 સાથે જવલંત વિજય થયો છે. આ ઉપરાંત ગોવાણા બેઠક પર સાજીબેન કાબંરીયાનો 2640 મત સાથે 600ની સરસાઇથી વિજય થયો છે.

જયારે મોડપર બેઠક પર જયેશભાઇ ગાગીયાનો 2091 મત સાથે વિજયો થયો છે. આ ઉપરાંત નાંદુરી બેઠક પર અપક્ષ ઉમેદવાર લીલાબેન કરંગીયાનો 2048 મત સાથે 400 ઉપરાંત મતની લીડથી વિજય થયો છે.

જયારે અન્ય તાલુકાઓની ગણત્રીમાં પણ ભાજપ તરફી જુવાળ જોવા મળ્યો છે. બપોરે એક વાગ્યા સુધીમાં ચાર તાલુકાના પરિણામો આવી ગયા છે. જેમાં ધ્રોલ, જોડિયા, કાલાવડ, અને જામનગરનો સમાવેશ થાય છે.  જયારે અન્ય બે તાલુકાઓમાં કાલાવડ અને જામજોધપુરમાં કોંગ્રેસનો વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here