ભાણવડ : વિજય સરઘસમાં એવું તે શું બન્યું કે, યુવાનને ખપારી લઇ મારવા દોડ્યા આ રાજકીય અગ્રણી

0
1216

જામનગર : મંગળવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામ જાહેર થયા છે. વિજેતા ઉમેદવારોએ ઉત્સાહની સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આ મંજર દરમિયાન એક યુવાનને રાજકીય અગ્રણી ખાપારી લઇ મારવા દોડ્યા હતા. જે સબંધે સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ગઈ કાલે પરિણામ આવ્યા હતા. જેમાં વિજેતા બનેલા ઉમેદવારોના સરઘસોની મોશમ શરુ થઇ હતી. જીલ્લાની ભાણવડ તાલુકાની જીલ્લા પંચાયતની એક બેઠક પરથી  વિજેતા બનેલ કોંગ્રેસના ઉમેદવાર અને તેના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે નીકળેલ વીજય સરઘસ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા રામસી મારું હાથમાં ખપારી લઇ એક સખ્સ સામે દોટ મુકે છે. પરંતુ અન્ય યુવાનો તેઓને રોકી લ્યે છે. આ બાબતે યુવાન રામશીભાઇ અરજણભાઇ કારાવદરાએ અગ્રણી રામશીભાઇ ગોવાભાઇ મારૂ, દીનેશ રમેશભાઇ મારૂ, જીગરભાઇ રમેશભાઇ મારૂ, દીલાભાઇ ભોજાભાઇ પાથર રહે. બધા રેટા કાલાવડ તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા વાળાઓ સામે ભાણવડ પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૫૦૬(૨),૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧0 મુજબ ફરિયાદ નોંધાવી હતી. સરઘસ સમયે યુવાન પાસેથી પસાર થતા આરોપીઓએ ઉસ્કેરાઈ જઈ ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ સામે પોતાની વાડીના ખેતરમાથી ધોવાણ અટકાવવા માટે રાખેલ પાણીના કાઢીયા બાબતે છેલ્લા ત્રણ વર્ષથી રેવન્યુ મેટર ચાલી રહી છે. જેનુ નિકાલ આવેલ ના હોય અને આ બાબતે હાઇકોર્ટ અમદાવાદ ખાતે રામશીભાઈએકેશ દાખલ કરાવેલ હોય જેનુ મનદુખ બંને પક્ષો વચ્ચે ચાલતુ હોય, આ બાબતનો ખાર રાખી આરોપીઓએ આરોપીઓ હાથમા ખંપારી તથા ધોકાઓ લઇ આવી હુમલો કરતા હાજર બદોબસ્તમા રહેલ પોલીસ તથા માણસો એ રોકી લઇ દુર લઇ ગયા હતા. આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આજ તો તને ઢાળી દેવો છે તેમ કહી ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here