ઓમિક્રોનની એન્ટ્રી : જામનગર અપડેટ્સ સૌથી અગ્રેસર, દર્દી અતિ ચેપી વેરિયંટનો શિકાર

0
1653

જામનગર : કોરોના મહામારીના નવા વેરિયન્ટ ઓમીક્રોનની રાજ્યમાં એન્ટ્રી થઇ ચુકી છે. ઝીમ્બાબ્વેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધ નાગરીકને હાલ ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર રહેલ મૂળ નિવાસી ભારતીય નાગરિક ઓમિક્રોન વેરીયંટ ગ્રસ્ત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. જામનગર અપડેટ્સ દ્વારા સૌ પ્રથમ જામનગરના આ દર્દી અંગેની વિગતો અહી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે આ સમાચારને સત્યતાની મહોર લાગી ગઈ છે. હાલ આરોગ્ય, વહીવટી અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને તાતકાલીક અસરકારક કામગીરીનો ગ્રાફ તૈયાર કરી ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરી શરુ કરી છે.


ગત તા. બીજીનાં રોજ આફ્રિકન દેશ ઝીમ્બાબ્વેથી જામનગર આવેલ ૭૨ વર્ષીય દર્દી કોરોના પોજીટીવ જાહેર થયા બાદ ટ્રાવેલ હિસ્ટ્રીને કારણે આરોગ્ય તંત્રએ તાત્કાલિક નમૂનાઓ પુણે લેબમાં મોકલી આપ્યા હતા જ્યાં પરીક્ષણ કરવામાં આવતા આજે તેનો રીપોર્ટ જાહેર કરાયો હતો જે રીપોર્ટ પોજીટીવ જાહેર થયો હતો. જેને લઈને કલેકટર દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. હાલ આ દર્દીને ડેન્ટલ હોસ્પિટલમાં કોવિદ કેર સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સઘન સારવાર ચાલુ છે. નોડલ અધિકારી ડો. એસએસ ચેટરજીના જણાવ્યા અનુસાર દર્દીની હાલત એકદમ સ્વસ્થ છે અને સતત સુધારા પર છે. આ દર્દીને પૂર્ણકાલીન સારવાર આપવામાં આવશે એમ તબીબી સુત્રોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓમીક્રોન વેરીયંટના પ્રથમ શંકાસ્પદ દર્દી અંગે જામનગર અપડેટ્સ દ્વારા સૌ પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે સમાચારની આજે તંત્ર દ્વારા વિધિવત પુષ્ટી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here