Exclusive : ફુલ્લી વેક્સીનેટેડ ઓમીક્રોન વેરિયન્ટ દર્દી વિષે ઇતિથી અંત સુધી…જાણો અહી

0
1609

જામનગર : રાજ્યનો કોરોના મહામારીનો પ્રથમ ઓમીક્રોન વેરિયન્ટ દર્દી જામનગરમાંથી સામે આવતા રાજ્યભરનું પ્રસાસન ઉધામાથે થઇ તકેદારીના પગલા ભરવામાં જોતરાઈ ગયું છે. રાજ્યના પ્રથમ દર્દીની આફ્રિકાથી લઇ જામનગર સુધીની સફર સહીતની તમામ વિગતો અહી પ્રસ્તૃત કરવામાં આવી છે.

કોરોના મહામારીના નવા ઓમીક્રોન વેરિયન્ટની તા. ૨જીના રોજ કર્નાટકમાં એન્ટ્રી થયા બાદ જે તે દિવસે જ જામનગરથી આ જ ઓમીક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. કોરોના પોજીટીવ જાહેર થયેલ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અને ઉદ્ભવસ્થાન આફીક્ન દેશો છે અને આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ઝીમ્બાબ્વેની હોવાથી જામનગર કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી સહિતની ટીમે તાત્કાલિક નમુનાઓને પુણે મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ પોજીટીવ જાહેર થતા જ સ્થાનિક તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. કલેકટર સૌરભ પારધી દ્વારા તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી જરૂરી વિગતો આપી, જો કે સતાવાર રીતે દર્દી અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી ત્યારે અહી પ્રસ્તુત છે દર્દી અંગેની તમામ વિગતો જે બહાર આવી નથી.

૭૨ વર્ષીય પુરુષ દર્દીનો જમણ આફ્રિકાના જ ઝીમ્બાબ્વે દેશમાં થયો છે. મૂળ જામનગરનો મુસ્લિમ પરિવાર આઝાદી પૂર્વે આફ્રિકન દેશમાં સ્થાઈ થયો છે. શરૂઆતથી જ ધંધો સારો જામી જતા ત્યાં જ સ્થાઈ ગઈ ગયાહતા. પરંતુ ભારતીયતા જાળવી રાખી આ પરિવારે વતનમાં જ તમામ સંતાનોનો સંસાર માંડ્યો હતો. ૭૨ વર્ષીય જે વૃદ્ધ ઓમીક્રોન વેરિયન્ટ ગ્રસ્ત જાહેર થયા છે તેના નિકાહ પણ જામનગરની યુવતી સાથે થયા છે.

ચાર દાયકા પૂર્વે જામનગરથી નિકાહ કરનાર વૃદ્ધ અને તેની પત્ની તથા પુત્રી ગત તા. ૨૮મીના રોજ ઝીમ્બાબ્વેથી દુબઈ થઇ અમદાવાદ પહોચ્યા હતા. જામનગર રહેતા તેઓના સાસરિયાઓમાંથી તેઓનો સાળો પોતાની કાર લઇ ભાણેજ અને બેન-બનેવીને પીકઅપ કરવા આમદાવાદ ગયો હતો. કારમાં અમદાવાદથી જામનગર આવ્યાના બે દિવસમાં વૃદ્ધને તાવ, શરદી અને નબળાઈ સહિતની બીમારી થતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રીપોર્ટ પોજીટીવ આવતા કોવિડ હોસ્પિટલમાં ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે રીપોર્ટ પણ પોજીટીવ આવતા આરોગ્ય તંત્રએ ટ્રાવેલ હિસ્ટ્રીનાં આધારે નમૂનાઓ પુણેની વાયરોલોજી લેબમાં મોકલ્યા હતા. બીજી તરફ ઓમીક્રોન વેરિયન્ટના શંકાસ્પદ દર્દી જાહેર થયેલ વૃદ્ધના મોરકાંડા રોડ પરના સાસરિયાઓ તેમજ તેની પુત્રી –પત્નીના રીપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટીવ આવતા થોડી ધરપત થઇ છે છતાં પણ તકેદારી રૂપે તંત્ર દ્વારા જે તે સોસાયટીને કંટેન્ટમેંટ જોનમાં તબદીલ કરી દેવામાં આવી છે. જયારે વૃદ્ધ દંપતી-પુત્રીની સાથે આવેલ અન્ય પ્રવાશીઓ અને સંપર્કમાં આવેલ ૮૭ લોકોને ટ્રેશ કરી લેવામાં આવ્યા છે તમામનો રીપોર્ટ પણ કરી લેવામાં આવ્યો છે જે તમામનો  રીપોર્ટ નેગેટીવ આવ્યો છે છતાં પણ આ તમામને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.

ઝીમ્બાબ્વેમાં કોરોનાના બંને ડોઝનું રસીકરણ કરી ચૂકેલ વૃદ્ધ ઓમીક્રોન વેરિયન્ટથી ગ્રસ્ત જાહેર થતા વેક્સીનેશનની અસરકારતાને લઈને સવાલો ઉઠ્યા છે. હાલ મહાનગરપાલિકા, જીજી હોસ્પિટલ અને વહીવટી તંત્ર સાથે મળી આ મહામારીનું સંક્રમણ જામનગરમાં ન ફરી વળે તે માટે જરૂરી કામગીરીમાં જોતરાઈ ગયું છે. બીજી તરફ જાહેર બજાર કે રસ્તાઓ પર નાગરિકો  માસ્ક વગર અને સોશ્યલ અંતર સહિતની એસઓપી નો સરેઆમ ભંગ કરી રહી છે. નાગરિકોએ પણ જાગૃત થઇ કોરોનાની  ગાઈડલાઈનનું પાલન કરવા તંત્રએ સુચના આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here