દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકામાં એકાદ મહિના પૂર્વે પોલીસ અધિકારીના સ્વાંગમાં ઘરે આવેલ એક સખ્સે જેસી માર્ટની કર્મચારી મહિલા કર્મચારીના માતા-પિતાને બાનમાં લઇ, કોલ રેકોર્ડિગ પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી, બ્લેકમેઈલ કરવાના આશયથી જ આરોપીએ પોતાનો મોલ માલિક યુવતીઓને બહાર મોકલી ખરાબ ધંધા કરાવે છે એવું મોબાઈલ વિડીયો રેકોર્ડીંગ કરાવ્યુ હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

જીલ્લામાં ચકચારી બનેલ બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે એક ચોક્કસ વિસ્તારમાં રહેતી અને જેસી માર્ટમાં નોકરી કરતી એક યુવતીએ સ્થાનિક પોલીસ દફતરમાં બુધાભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા રહે. બાટીસા તા. દ્વારકા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ તેણીના ઘરમા અપપ્રવેશ કરી અને તેણીના મોબાઇલમાંથી બળજબરી પુર્વક કોલ રેકોર્ડીંગ કઢાવી નાખ્યું હત. ત્યારબાદ જેસી માર્ટમા નોકરી કરતા હોય તેના શેઠ પાસે પૈસા પડાવવાના ઇરાદે ઠગાઇ કરવાના હેતુથી ‘અમારા શેઠ મોલમા કામ કરતી છોકરીઓને ખરાબ કામ માટે બહાર મોકલતા હોવાનુ બળજબરી પુર્વક બોલાવડાવી પોતાના મોબાઇલ ફોનમા વિડીયો રેકોર્ડીંગ કરી ઘર છોડી ગયો હતો. આરોપીએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી અને આ વાત કોઇને કહીશ તો તેણી તથા તેના મા બાપ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.