ઓમીક્રોન વેરિયંટ : વૃદ્ધ દર્દીએ લીધેલ ચાઇનીઝ વેક્સીન પણ ‘ચાઈનીઝ’ નીકળી

0
607

જામનગર : સસરાના ઘરે જામનગર આવેલ ઝીમ્બાબ્વેના વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોજીટીવ (ઓમીક્રોન વેરીયન્ટ) આવ્યા બાદ પ્રસાસન ધંધે લાગ્યું છે. કોરોનાગ્રસ્ત વૃદ્ધ જ્યાં ૨૪ કલાક રહ્યા છે તે વિસ્તારને કન્ટેઈન્મેન્ટ જોન જાહેર કર્યો છે. બીજી તરફ દર્દીની મેડીકલ હિસ્ટ્રીમાં નવો ઘટસ્પોટ થયો છે. કલેકટર પારધીના જણાવ્યા અનુસાર વૃદ્ધએ ઝીમ્બાબ્વેમાં જ વેક્સીનના બંને ડોઝ લીધા છે છતાં પણ નવા વેરીયંટનો ભોગ બન્યા છે. ત્યારે ભારતમાં ચાઇનીઝ વસ્તુઓની જેવી ‘પ્રતિષ્ઠા’ છે એમ જ સાબિત થઇ છે એવી રમુજ શહેરમાં ફેલાઈ છે. નવા વેરીયંટ સામે ભારતની કોવીસીલ્ડ અને કોવેકસીન કેટલી અસરકારક સાબિત થશે નો જવાબ હજુ આરોગ્ય તંત્ર  પાસે પણ નથી. બીજી તરફ કોવિડ કેર સેન્ટરમાં દાખલ વૃદ્ધના ફરી નમુના લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે.

જામનગરમાંથી સામે આવેલ કોરોનાના નવા વેરીયંટ ઓમોક્રોનના દર્દીને લઈને હાલ શહેરમાં થોડી ચિંતાનો માહોલ છે. બીજી તરફ હોસ્પિટલ પ્રસાસન દ્વારા ડર નહી રાખી દરકાર રાખવાનું સુચન કરવામાં આવ્યું છે. ૭૨ વર્ષીય ઝીમ્બાબ્વેઈન દર્દીની ડેન્ટલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલ કોવીડ કેર સેન્ટરમાં અઈસોલેટ કરવામાં આવ્યા છે. આ વૃદ્ધ દર્દીમાં સૌથી આશ્ચર્ય જનક બાબત એ છે કે, ઝીમ્બાબ્વે ખાતે જ દર્દીએ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે. છતાં પણ તેઓ નવા વેરિયંટનો શિકાર બન્યા છે. આ વૃદ્ધે ચાઈનામાં બનેલ વેક્સીનના બંને ડોઝ લીધા હોવાની વિગતો સામે આવી છે. ચાઈનાની ચીજ વસ્તુઓની નબળી ગુણવતા વર્ષોથી વગોવાઈ છે ત્યારે વેકશીન પણ કારગત ન નીવડતા વધુ એક વખત ચાઈનીજ વસ્તુઓની ગુણવતાને લઈને શહેરમાં રમુજ પ્રશરી છે. બીજી તરફ આરોગ્ય તંત્રએ આ નવા વેરિયન્ટથી ડરવાને બદલે સાવચેત રહેવા પણ સુચના આપવામાં આવી છે. જો કે ભારતની વેક્સીન નવા વેરીયંટ સામે કેટલી કારગત છે તેનો ઉતર ભારતના આરોગ્ય વિભાગ પાસે પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here