જામનગર: પોલીસનું મોડી રાત્રે ઓપરેશન ડ્રગ્સ, બે સખ્સોને દબોચી લેવાયા

0
1453

જામનગરમાં બસ સ્ટેશન નજીક હોટેલમાં ઉતરેલા બે સખ્સો એમડી ડ્રગ્સ સાથે આવ્યા હોવાની વાતને લઈને એસઓજી પોલીસે ગઈ કાલે મોડી રાત્રે દરોડો પાડી બે સખ્સોને ઉઠાવી લીધા છે. પોલીસે બંનેના કબ્જામાંથી  ૨૦ ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું છે.

રૂપિયા બે લાખની કીમતનું ડ્રગ્સ કબજે કરી, ક્યાંથી ડ્રગ્સ લઇ આવી, કોને સપ્લાય કરવાની ફિરાકમાં હતા ? આ બાબતોનો તાગ મેળવવવા તેમજ ડ્રગ્સના જામનગરમાં ફેલાયેલ નેટવર્કના મૂળ સુધી પહોચવા માટે બંને સખ્સો સામે ફરિયાદ નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં મોડી રાત્રે એસઓજી પોલીસે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીની હાજરીમાં ઓપરેશન પાર પાડ્યું હતું. શહેરના બસ સ્ટેશનની સામે આવેલ હરસિદ્ધિ બિલ્ડીંગમાં બે સખ્સો ડ્રગ્સ સાથે ઉતર્યા હોવાની એસઓજી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી શરુ કરી હતી. રાત્રે અગ્યારેક વાગ્યે એસઓજીનો સ્ટાફ બસ સ્ટેશન વિસ્તારમાં પહોચ્યો હતો. જ્યાંથી પોલીસે મોહસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રૂમી અને રીઝવાન મહમદભાઈ કારેઝા નામના બે સખ્સોને ઉઠાવી લીધા હતા.

જામનગરના જ બંને સખ્સોના કબ્જામાંથી પોલીસે ૨૦.૪ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. રૂપિયા ૨,૦૪,૦૦૦ની કિંમતનું  ડ્રગ્સ કબજે કરી પોલીસે બંને આરોપીની ધરપકડક કરી હતી. બંને સામે પોલીસે એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. રાત્રે હાથ ધરવામાં આવેલ પોલીસના ઓપરેશન વેળાએ લોકોના ટોળા એકત્ર થયા હતા. આ વિસ્તારમાંથી કોઈ આતંકવાદીઓ પકડાયા હોય એવી વાત પ્રશરી જતા લોકોના ટોળા બસ સ્ટેન્ડ વિસ્તાર પહોચ્યા હતા. પોલીસે બંને સખ્સોની વિધિવત પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here