જામનગર : ઓક્સીજન ભરવા આવેલ ટેન્કર મોડું ભરાતા આ જીલ્લા પ્રસાસનને પડ્યો ધ્રાસકો પણ…

0
1046

જામનગર : હાલ કોરોના મહામારીને લઈને હાલ રાજ્યભરમાં ઓક્સીજનની તંગી સર્જાઈ છે. એકાએક માંગ વધી જતા પુરવઠો ખોરવાઈ ગયો છે. મર્યાદિત જથ્થાની સામે ચોતરફથી માંગ ઉઠતા હાલ રાજય આખાએ જામનગર તરફ મીટ માંડી છે. ત્યારે મહેસાણા જીલ્લામાંથી અહીં આવેલ એક ટેન્કર ઓક્સીજન ભરી પરત મહેસાણા પહોચવામાં મોડું થતા વહીવટી પ્રસાસન અને પોલીસ સક્રિય થયું હતું. જો કે સમય રહેતા જામનગરથી એ ટેન્કર મહેસાણા તરફ રવાના કરાયું છે.

મહેસાણાથી આજે એક ટેન્કર ઓક્સીજન ભરવા જામનગર આવ્યું હતું. જામનગરમાં ટેકનીકલ અને વહીવટી પ્રક્રિયા સબબ ટેન્કરમાં ઓક્સીજન લોડ થતા થોડો સમય લાગી ગયો હતો જેને લઈને મહેસાણા પ્રસાસનનો જીવ તાળવે ચોટયો હતો. કારણ કે કોવીડ હોસ્પિટલમાં હાલ જથ્થો ખૂટી જવાની અણી પર છે એવા સમયે ઓક્સીજન મોડું પહોચે તો સ્થિતિ વધુ  વણસી જાય.  મહેસાણા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા જામનગર તંત્ર સામે ત્વરિત વાતચીતનો દોર ચલાવવામાં આવ્યો. જેને લઈને ટેન્કરમાં ઓક્સીજન ભરી રવાનાં કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here